૧૪મી શતાબ્દી દરમ્યાન સમુદ્રમાં થયેલા જ્વાળામુખીના વિસ્ફોટને કારણે પેદા થયેલો જસ્ટ ૨૮૫ એકરનો ટાપુ અત્યારે ત્રણ દેશો વચ્ચેના રાજકારણમાં કેન્દ્રનું સ્થાન બની ગયો છે.
કચ્ચાતિવુ આઇલૅન્ડ
હમણાં પાંચ-છ દિવસ પહેલાં ભારત અને શ્રીલંકાની નજીક આવેલા એક આઇલૅન્ડ માટે થોડા સમાચારો વહેતા થયા છે. હા, એ વાત સાચી કે લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. આથી હવે અનેક રાજકીય પક્ષો આવીબધી અનેક બાબતોનો પોતાના મત ખેંચવાની એક સ્ટ્રૅટેજી તરીકે ઉપયોગ કરવાનો મોકો શોધશે જ. જોકે સાથે જ એ વાત પણ એટલી જ સાચી કે એથી ઇતિહાસ કે વાસ્તવિકતા પલટાઈ જતાં નથી.