એમાંનો મુખ્ય કાયદો છે ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનલિટી ઍક્ટ ૧૯૫૨. આ કાયદો સ્થળાંતરના કુદરતી નિયમની વિરુદ્ધ છે.
પ્રતીકાત્મક તસવીર
સ્થળાંતરનો કુદરતી નિયમ છે ‘પુશ ઍન્ડ પુલ’.
જે દેશમાં અશાંતિ હોય, ગેરવ્યવસ્થા હોય, શિક્ષણપ્રાપ્તિની વ્યવસ્થા ન હોય એ દેશ કુદરતી રીતે જ એના દેશવાસીઓને દેશ છોડી જવાની અને અન્ય દેશ જેમાં સારી તક હોય ત્યાં જવાની ફરજ પાડે છે, ‘પુશ’ કરે છે. જે દેશ પ્રગતિશીલ હોય, જ્યાં તકો ઉપલબ્ધ હોય, સુખ-શાંતિ અને સાહ્યબી હોય, ધર્મને કારણે જુલમ કરવામાં આવતો ન હોય, ભેદભાવ રખાતો ન હોય એ દેશ વિશ્વના અન્ય દેશવાસીઓને પોતાની તરફ આકર્ષે છે ‘પુલ’ કરે છે. આ છે સ્થળાંતરનો કુદરતી ‘પુશ ઍન્ડ પુલ’નો નિયમ.
ADVERTISEMENT
છેલ્લાં થોડાં વર્ષોથી વિશ્વના લગભગ બધા જ દેશોએ સ્થળાંતરના આ કુદરતી નિયમને વેગળો મૂકી દીધો છે. જે દેશ બીજા દેશવાસીઓને પોતાને ત્યાં આવવા પુલ કરે છે, આકર્ષે છે એ દેશમાં અન્ય દેશો જે પોતાના દેશવાસીઓને દેશ છોડી જવા માટે ધક્કો મારે છે, પુશ કરે છે એ દેશના લોકો તેમનો દેશ છોડીને ત્યાં જાય છે. આવા લોકોની સંખ્યા અત્યંત વધી જતાં આગળ પડતા દેશોએ સ્થળાંતરના કુદરતી નિયમને બાજુએ મૂકવો પડ્યો છે અને એ નિયમથી વિરુદ્ધ ‘ધ થિયરી ઑફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ અપનાવવી પડી છે એટલે કે કાયદા ઘડીને તેમના દેશમાં થતું સ્થળાંતરનું નિયંત્રણ કરવું પડ્યું છે.
અમેરિકાએ તો અનેક પ્રકારના ઇમિગ્રેશનને લગતા કાયદા ઘડ્યા છે. એમાંનો મુખ્ય કાયદો છે ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનલિટી ઍક્ટ ૧૯૫૨. આ કાયદો સ્થળાંતરના કુદરતી નિયમની વિરુદ્ધ છે. અમેરિકા આખી દુનિયાના લોકોને ત્યાં ‘પુલ’ કરે છે. આકર્ષે છે, પણ અમેરિકાએ કાયદા ઘડીને તેમને પોતાને ત્યાં આવતાં રોક્યા છે. આમ અમેરિકાએ સ્થળાંતરના કુદરતી નિયમની વિરુદ્ધ કાયદા ઘડ્યા છે.
વિશ્વના લગભગ બધા જ દેશો આજે એમને ત્યાં પ્રવેશતા પરદેશીઓને કોઈ લાયકાત હોય તો આવવા દેવા, કેટલી સંખ્યામાં આવવા દેવા, કેટલા સમય માટે આવવા દેવા, કોને કાયમ માટે આવવા દેવા એ સઘળું ઇમિગ્રેશનને લગતા કાયદા ઘડીને સ્થળાંતરના કુદરતી નિયમની વિરુદ્ધ કર્યું છે. આમ છતાં તેઓ સ્થળાંતરને સદંતર નિયંત્રણમાં લાવી નથી શક્યા. લગભગ દરેક આગળ પડતા દેશનો એમને ત્યાં થતા ઇલીગલ સ્થળાંતરનો વિષય માથાનો દુખાવો થઈ ગયો છે એથી તેમને ‘પુશ ઍન્ડ પુલ’ - સ્થળાંતરના કુદરતી નિયમની વિરુદ્ધ એમને ત્યાં થતા સ્થળાંતરને અટકાવવા માટે કાયદા ઘડવા પડ્યા છે.

