૩૧ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરી વચ્ચેની રાતે કુલ ૧૨ વધારાની ટ્રેનો દોડાવાશે જે દરેક સ્ટેશન પર ઊભી રહેશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
થર્ટીફર્સ્ટની રાતની ઉજવણીને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેએ વધારાની ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. ૩૧ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરી વચ્ચેની રાતે કુલ ૧૨ વધારાની ટ્રેનો દોડાવાશે જે દરેક સ્ટેશન પર ઊભી રહેશે.
સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી મધરાતે ૧.૩૦ વાગ્યે સ્પેશ્યલ ટ્રેન ઊપડશે અને ૩ વાગ્યે કલ્યાણ પહોંચશે. ડાઉન સર્વિસ રાતે ૧.૩૦ વાગ્યે કલ્યાણથી ઊપડશે અને ૩ વાગ્યે CSMT પહોંચશે.
ADVERTISEMENT
હાર્બર લાઇન પર સ્પેશ્યલ ટ્રેન CSMTથી ૧.૩૦ વાગ્યે ઊપડશે અને ૨.૫૦ વાગ્યે પનવેલ પહોંચશે. ડાઉન લાઇન પર રાતે ૧.૩૦ વાગ્યે પનવેલથી ટ્રેન ઊપડશે અને ૨.૫૦ વાગ્યે CSMT પહોંચશે.
પશ્ચિમ રેલવેમાં સ્પેશ્યલ ટ્રેનો ચર્ચગેટથી રાતે ૧.૧૫, ૨.૦૦, ૨.૩૦ અને ૩.૨૫ વાગ્યે ઊપડશે જે અનુક્રમે ૨.૫૫, ૩.૪૦, ૪.૧૦ અને ૫.૦૫ વાગ્યે વિરાર પહોંચશે.
ડાઉન લાઇન પર વિરારથી રાતે ૧૨.૧૫, ૧૨.૪૫, ૧.૪૦ અને ૩.૦૫ વાગ્યે સ્પેશ્યલ ટ્રેનો ઊપડશે જે અનુક્રમે ૧.૫૫, ૨.૨૫, ૩.૨૦ અને ૪.૪૫ વાગ્યે ચર્ચગેટ પહોંચશે.


