ટ્રક ચલાવવી એ ઝારખંડના જમતારાના રાજેશ રવાણીનો પ્રોફેશન છે, પણ તેમનું પૅશન છે અવનવું ખાવાનું બનાવવાનું અને ખાવાનું. ટ્રકની અંદર જ સીધું-સામાન લઈને ફરતા રાજેશભાઈ રસ્તાની કિનારીએ જ ચટાઈ પાથરીને ચૂલો સળગાવી લે છે
રાજેશ રવાણી
સપનાં જોતી આંખોને રાતની જરૂર નથી હોતી, શીખવા માગતી વ્યક્તિને સંજોગોની પરવા નથી હોતી અને નવા વિચારોને કોઈ સીમા નથી નડતી! આ દરેક વિધાનને એના સાચા અર્થમાં તાદૃશ કરી દેખાડનાર કોઈ ભણેશરી, નોકરિયાત, હોમ મૅનેજર કે ધંધાદારી વ્યક્તિ નથી; બલકે એક ટ્રક-ડ્રાઇવર છે! ૨૫-૨૫ વર્ષ સુધી ટ્રક ચલાવ્યા બાદ ખાવાનું બનાવવાનો શોખ તેને એક સફળ વ્લૉગર અથવા ફેમસ યુટ્યુબર બનાવવા સુધીની સફરે લઈ ગયો. જી હા, આપણે વાત એક એવી વ્યક્તિની કરી રહ્યા છીએ જેના વ્લૉગના ૧૫ લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે.