અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે વરસાદ ઓછો થાય અને વૉટરફૉલમાં પાણી ન આવે ત્યારે દૂર-દૂરથી આવતા ટૂરિસ્ટ નિરાશ ન થાય એટલે પાણીનો પ્રવાહ વધારવા પાઇપ ફિટ કરવામાં આવ્યા છે
લાઇફમસાલા
યુનતાઇ વૉટરફૉલ
ચીનનો સૌથી ઊંચો વૉટરફૉલ કહેવાતો યુનતાઇ વૉટરફૉલ જોવા માટે પ્રવાસીઓ ઠેકઠેકાણેથી આવે છે. આ વૉટરફૉલને લઈને એવો દાવો કરવામાં આવ્યો હતો કે એમાંથી આવતું પાણી કુદરતી નથી, એ પાણી પાઇપ દ્વારા પડે છે. એક પ્રવાસીએ સોશ્યલ મીડિયા પર આ વૉટરફૉલનો વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ટોચ પર એક મોટો પાઇપ જોવા મળે છે. એનો અર્થ એ થયો કે પાણીનો પ્રવાહ કૃત્રિમ છે. આ વૉટરફૉલ ચીનમાં ચર્ચાનો વિષય બનતાં પાર્કના અધિકારીઓએ સ્પષ્ટતા કરવી પડી હતી. અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે વરસાદ ઓછો થાય અને વૉટરફૉલમાં પાણી ન આવે ત્યારે દૂર-દૂરથી આવતા ટૂરિસ્ટ નિરાશ ન થાય એટલે પાણીનો પ્રવાહ વધારવા પાઇપ ફિટ કરવામાં આવ્યા છે. ઉનાળામાં આ વૉટરફૉલ એના સૌથી પર્ફેક્ટ અને કુદરતી સ્વરૂપમાં જોવા મળશે. કેટલાક લોકોનું માનવું છે કે અધિકારીઓએ આ ટૂરિસ્ટના આનંદ માટે કર્યું છે અને કૃત્રિમ હોવા છતાં વૉટરફૉલ બહુ સુંદર છે. જોકે અમુક જણે કમેન્ટ કરી હતી કે અધિકારીઓ મેન-મેડ વૉટરફૉલથી લોકોને છેતરી રહ્યા છે જે અત્યંત શરમજનક કહેવાય.