Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સોમનાથમાં શ્રાવણ મહિનામાં પહેલી વાર ૩૦ દિવસના ૫૧ કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન

સોમનાથમાં શ્રાવણ મહિનામાં પહેલી વાર ૩૦ દિવસના ૫૧ કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન

Published : 11 August, 2026 10:49 AM | IST | Somnath
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૩ આ‍ૅગસ્ટથી શરૂ થશે શ્રાવણ શિવ મહોત્સવ

સોમનાથ

સોમનાથ


સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આ ‍વખતે શ્રાવણ મહિનામાં પહેલી વાર ૩૦ દિવસ દરમ્યાન ૫૧ કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૩ ઑગસ્ટથી સોમનાથમાં શ્રાવણ શિવ મહોત્સવ શરૂ થશે. પૂર્ણાહુતિ ૧૧ સપ્ટેમ્બરે શ્રાવણ વદ અમાસના દિવસે થશે. આ યજ્ઞમાં કોઈ પણ ભક્ત જોડાઈ શકશે અને યજ્ઞનો લાભ લઈ શકશે. સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુધી ૧ કલાકના ૯ અલગ-અલગ સ્લૉટમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર-પરિસરમાંથી આ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. યજ્ઞ માટેની ધોતી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે.

વિશિષ્ટ શ‍‍ૃંગાર અને શ‍‍ૃંગાર પૂજા
શ્રાવણ મહિના દરમ્યાન સોમનાથ મહાદેવજીને વિશિષ્ટ શ‍‍ૃંગાર અને શ‍‍ૃંગાર પૂજા કરવામાં આવશે જેમાં સવાલક્ષ બિલ્વપત્ર શ‍‍ૃંગાર, રુદ્રાક્ષ શ‍‍ૃંગાર, ભસ્મ દર્શન, વૈષ્ણવ દર્શન સહિત ૩૦ દિવસના અલગ-અલગ ધાર્મિક માહાત્મ્ય સાથેના શ‍‍ૃંગાર કરવામાં આવશે. કોઈ પણ ધાર્મિકજન સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજા, મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, બિલ્વપૂજા, સવાલક્ષ બિલ્વપૂજા સહિતની પૂજાવિધિઓ કરી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 10:49 AM IST | Somnath | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK