કોલક નદી બુલેટ ટ્રેનના વાપી સ્ટેશનથી ૭ કિલોમીટર દૂર છે અને બીલીમોરા સ્ટેશનથી ૪૩ કિલોમીટર દૂર છે.
બ્રિજ
જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન માટે ચાલી રહેલી કામગીરીમાં દક્ષિણ ગુજરાતમાં આવેલા વલસાડ જિલ્લાની કોલક નદી પર બ્રિજ તૈયાર થઈ ગયો છે. આ બ્રિજની લંબાઈ ૧૬૦ મીટર છે અને ૪ સ્પૅન ગર્ડર મુકાયા છે. આ બ્રિજ વાપી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. કોલક નદી બુલેટ ટ્રેનના વાપી સ્ટેશનથી ૭ કિલોમીટર દૂર છે અને બીલીમોરા સ્ટેશનથી ૪૩ કિલોમીટર દૂર છે.

