ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ઘણાં વર્ષોથી આ પરંપરા ચાલે છે
હાથમાં દીવડા આપીને મહાઆરતી ઉતારવામાં આવે છે જેને પગલે આદ્યશક્તિની અવનવી આકૃતિઓ રચાય છે
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં નવરાત્રિ દરમ્યાન ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં મંગળવારે રાતે એકસાથે હજારો માઈભક્તો અને ખેલૈયાઓ હાથમાં દીવડા પ્રગટાવીને જે રીતે ઊભા રહ્યા હતા એનાથી અષ્ટભુજાવાળાં દુર્ગામાતાની અલૌકિક અને અદ્વિતીય આકૃતિ સર્જાઈ હતી. ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા ઘણાં વર્ષોથી નવરાત્રિમાં આઠમની મધરાતે ખેલૈયાઓને અને ગરબા જોવા માટે આવેલા માઈભક્તોને ચોક્કસ આકૃતિની લાઇન પર ઊભા રાખી તેમના હાથમાં દીવડા આપીને મહાઆરતી ઉતારવામાં આવે છે જેને પગલે આદ્યશક્તિની અવનવી આકૃતિઓ રચાય છે.

