° °

આજનું ઇ-પેપર
Monday, 06 February, 2023


Morbi Tragedy:પુલ દુર્ઘટનામાં સરકારી અધિકારીઓ પર એક્શન, ચીફ ફાયર ઓફિસર સસ્પેન્ડ

04 November, 2022 12:24 PM IST | Morbi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ કેસમાં સરકારી અધિકારી સામે આ પહેલી મોટી કાર્યવાહી છે.

પુલ દુર્ઘટનામાં સરકારી અધિકારીઓ પર એક્શન

પુલ દુર્ઘટનામાં સરકારી અધિકારીઓ પર એક્શન

ગુજરાતના મોરબી(Morbi Tragedy)માં બ્રિજ દુર્ઘટનામાં વહીવટીતંત્રે પ્રથમ મોટી કાર્યવાહી કરી છે. અહેવાલો અનુસાર ચીફ ફાયર ઓફિસર સંદીપ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં સરકારી અધિકારી સામે આ પહેલી મોટી કાર્યવાહી છે.

નોંધનીય છે કે, મોરબીમાં મચ્છુ નદી પર અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવેલો પુલ રવિવારે ધરાશાયી થયો હતો. આ ઘટનામાં 135 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ગુજરાત પોલીસે નવ લોકોની ધરપકડ કરી છે. જેમાં બ્રિજના ટિકિટ કલેક્ટરથી લઈને કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:મોરબી બ્રિજ તૂટવાનો LIVE VIDEO:એકાએક તૂટ્યો પૂલ, લોકો પાણીમાં ગરકાવં અને ચીસાચીસથી ગુંજી મચ્છુ નદી


તાજેતરની ધરપકડ અંગે મોરબી જિલ્લા અધિકારી જી. ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, `રાજ્યના શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કર્યા છે.` મોરબીના નિવાસી અધિક કલેકટરને આગામી આદેશ સુધી ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકાએ બ્રિજના સમારકામ અને જાળવણીનો કોન્ટ્રાક્ટ ઓરેવા જૂથને 15 વર્ષ માટે આપ્યો હતો.

આ પણ વાંચો:મોરબી હોનારતે દર્શાવી એકતાની અદ્ભુત મિસાલ

04 November, 2022 12:24 PM IST | Morbi | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

ગુજરાત સમાચાર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાનું ક્રિકેટ-સટ્ટા રૅકેટ ઝડપ્યું

ગુજરાતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાના ક્રિકેટ-સટ્ટા બૅટિંગનું રૅકેટ ઝડપ્યું છે.

05 February, 2023 09:49 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાત સમાચાર

હિલેરી ક્લિન્ટન ગુજરાતનાં મહેમાન બનશે, ઇલા ભટ્ટને અંજલિ આપશે

આજથી બે દિવસની વિઝિટ દરમ્યાન તેઓ ધ્રાંગધ્રાની મુલાકાત લેશે અને ‘સેવા’ની ગ્રામીણ પહેલના ભાગરૂપે આગરિયાઓ સાથે વાતચીત કરશે

05 February, 2023 09:17 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગુજરાત સમાચાર

કચ્છના રણમાં યોજાશે ટૂરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠક

G20 અંતર્ગત ૭થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનારી આ બેઠકમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓ ભાગ લેવા આવશે

04 February, 2023 12:01 IST | Ahmedabad | Shailesh Nayak

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK