Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય ગઢવીની નવરાત્રી: અમદાવાદમાં ‘રંગ મોરલા’માં કવિરાજના અવાજ સાથે જલસો

આદિત્ય ગઢવીની નવરાત્રી: અમદાવાદમાં ‘રંગ મોરલા’માં કવિરાજના અવાજ સાથે જલસો

Published : 05 August, 2025 06:55 PM | Modified : 06 August, 2025 06:54 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ટ્રાઈબવાઈબ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક અને સીઈઓ શોવેન શાહે જણાવ્યું કે,“અમે માનીએ છીએ કે નવરાત્રીને કંઈક અસાધારણ આપવું જોઈએ, એવું જે તેના ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂળને સન્માન આપે અને સાથે નવી સરહદો પાર કરતું આધુનિક અનુભવ સર્જે.

આદિત્ય ગઢવી

આદિત્ય ગઢવી


જેમ જેમ નવરાત્રિ નજીક આવી રહી છે, તેમ તેમ તેનો ઉત્સાહ પણ લોકોમાં વધી રહ્યો છે. જોકે 2025 ની નવરાત્રિ વધી ખાસ થવાની છે કારણ કે ગુજરાતી લોકલાકાર આદિત્ય ગઢવીનો અવાજ આ નવરાત્રિને જોશથી ભરી દેશે. BookMyShowની સંસ્થા ટ્રાઈબવાઈબ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ભારતના સૌથી લોકપ્રિય કલાકારમાંના એક આદિત્ય ગઢવીના ‘રંગ મોરલા’ સાથે ગુજરાતની સૌથી અદ્ભુત નવરાત્રી ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે. આ ભવ્ય ઉત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબર, 2025 દરમિયાન ગ્રીન અંદાજ પાર્ટી લોન, મકરબા, અમદાવાદ ખાતે યોજાશે. આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયા પર આ સમાચાર શૅર કર્યા છે. દસ અવિસ્મરણીય રાત્રીઓનો આનંદ માણો જ્યાં પરંપરાગત ગરબા રાસ લોક-ફ્યુઝન સંગીત સાથે મળશે. નવરાત્રીની આ ઉજવણીમાં તમને એવા વ્યક્તિને સાંભળવા મળશે જેના ગીતો દરેક ગુજરાતીના હૃદયને સ્પર્શે છે. એક એવો શો જે વિશાળ, પરંપરાગત અને આધુનિક પણ હોવાની સાથે સંગીતના ઇતિહાસનો એક નવો સાક્ષી બનશે. આ શોને ચૂકી જવું એટલે ગુજરાતના જીવંત વારસાનો એક ટુકડો ગુમાવવો.


રંગ મોરલા માટેની ટિકિટો ફક્ત BookMyShow પર 6 ઑગસ્ટ સાંજે 5 વાગ્યાથી ઉપલબ્ધ છે. રંગ મોરલા એવો શો છે જ્યાં અમદાવાદ જીવંત બને છે – હવામાં સંગીતની મહેક, દરેક હૃદયમાં ભક્તિ અને રાત્રીને ઉજ્જવળ કરતી નૃત્યરાસની મજા. અહીં લોકો તેમની સંસ્કૃતિને અનુભવ શે અને દરેક ઢોલના ધબકારા સદાકાળ માટે યાદગાર બનશે. આદિત્ય ગઢવી, આધુનિક ગુજરાતી ગૌરવનો અવાજ, પહેલા ક્યારેય ન જોવાઈ હોય તેવી ઉજવણી માટે ઘરે પરત ફર્યો છે. આ નવરાત્રી તેઓ દર રાત્રે એક જ છત નીચે પ્રસ્તુત કરશે, અદ્ભુત ઊર્જા સાથે તે આખા સમુદાયને જોડશે જેના માટે તે જાણીતો છે.



આ પ્રસંગે આદિત્ય ગઢવીએ જણાવ્યું “આ તહેવાર આપણી ઓળખ, આપણી ખુશી અને આપણી ભક્તિનું પ્રતિક છે. આજે લોકોએ મને જે બનાવ્યો છે તે હું તેમને પરત કરી રહ્યો અને તે બદલ હું આભારી છું. રંગ મોરલા – #AGniNavratri એ અમદાવાદ, ગુજરાત અને દરેક એવા વ્યક્તિને મારૂ નમન છે જેને નવરાત્રીમાં એ જ દિવ્ય આનંદ મળે છે જે મને પણ  મળે છે. આ ક્ષણ હું હંમેશા યાદ રાખીશ.” આ નવરાત્રીમાં આદિત્ય ગઢવી પોતાની સાચી શૈલીમાં પર્ફોર્મ કરશે – ‘ખલાસી’, ‘રંગ ભીની રાધા’ જેવા લોકપ્રિય ગીતો સાથે સાથે ગુજરાતની પરંપરાનો ભાગ રહેલી અદભૂત લોકધૂન પણ રજૂ કરશે.


ટ્રાઈબવાઈબ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક અને સીઈઓ શોવેન શાહે જણાવ્યું કે,“અમે માનીએ છીએ કે નવરાત્રીને કંઈક અસાધારણ આપવું જોઈએ, એવું જે તેના ઊંડા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂળને સન્માન આપે અને સાથે નવી સરહદો પાર કરતું આધુનિક અનુભવ સર્જે. જ્યારે અમે કલ્પના કરી કે આદિત્ય ગઢવી દસ રાત સુધી એક જ સ્થળે પર્ફોર્મ કરશે – જે તેમણે પહેલાં ક્યારેય કર્યું નથી – ત્યારે જ સમજાયું કે અમે ઇતિહાસ રચી રહ્યા છીએ. ટ્રાઈબવાઈબ ભારતમાં લાઈવ મનોરંજનમાં ક્રાંતિ લાવવા માટે કાર્યરત છે અને રંગ મોરલા એ તેની સાચી સાબિતી છે – નવીનતા સાથે સાંસ્કૃતિક ઉજવણી અને જીવનભર ટકી રહે તેવી યાદો સર્જવાના અમારા ધ્યેયનું પ્રતિક છે.”

તાજેતરમાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આંતરરાષ્ટ્રીય ટૂરમાં આદિત્ય ગઢવીએ સોલ્ડ-આઉટ શો કર્યા હતા ત્યાંથી પરત ફર્યા બાદ આદિત્ય ગઢવી જ્યાંથી તે શરૂ કર્યું ત્યાં ઉર્જા પરત લાવવા તૈયાર છે. હવે કોઈ મૂંઝવણ નથી કે જાદુ ક્યાં થશે – બધું એક જ છત નીચે, નવરાત્રીમાં, કવિરાજ સાથે. તમારી ટિકિટ બુક કરો  પર 6 ઓગસ્ટ સાંજે 5 વાગ્યાથી  - BookMyShow પર અને દસ એવી રાતો માટે તૈયાર થઈ જાઓ જે દરેક ગુજરાતી હૃદયની સૌથી નજીકના તહેવારની ઉજવણીને ફરી વ્યાખ્યાયિત કરશે!


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2025 06:54 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK