Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં IPLની ફાઇનલ મૅચની ટિકિટનાં કાળાબજાર

અમદાવાદમાં IPLની ફાઇનલ મૅચની ટિકિટનાં કાળાબજાર

Published : 03 June, 2025 09:16 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રાઇમ બ્રાન્ચે એક યુવકને ઝડપી લીધો : તેની પાસેથી ૧૧ ટિકિટ જપ્ત કરી : ૧૫૦૦વાળી ટિકિટનો બ્લૅકમાં ભાવ ૫૦૦૦ અને ૨૦૦૦વાળી ટિકિટનો ભાવ ૬૦૦૦

ટિકિટોનાં કાળાબજાર કરતાં ઝડપાયેલો ભાવુક ચૌહાણ.

ટિકિટોનાં કાળાબજાર કરતાં ઝડપાયેલો ભાવુક ચૌહાણ.


વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલ મૅચ રમાવાની છે ત્યારે અમદાવાદમાં એની ટિકિટો બ્લૅક માર્કેટમાં ઊંચા ભાવે વેચાતી હોવાની બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફાઇનલ મૅચની ટિકિટોને કાળાબજારમાં વેચતા યુવક ભાવુક ચૌહાણને ઝડપી લીધો હતો અને તેની પાસેથી ૧૧ ટિકિટ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


IPLની ફાઇનલ મૅચની ટિકિટોનાં કાળાબજાર કરતા ૨૧ વર્ષના ભાવુક ચૌહાણને કૉમર્સ છ રસ્તા વિસ્તારમાંથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી લઈને તેની તપાસ કરતાં તેની પાસેથી ફાઇનલ મૅચની ૧૧ ટિકિટ મળી હતી જે પોલીસે કબજે કરી હતી. પોલીસે આ યુવકની કરેલી પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે ફાઇનલ મૅચની ટિકિટો ઑનલાઇન બુક કરીને મેળવી હતી અને ૧૫૦૦વાળી ટિકિટ ૫૦૦૦ રૂપિયામાં અને ૨૦૦૦વાળી ટિકિટ ૬૦૦૦ રૂપિયામાં લોકોને વેચતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 09:16 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK