વીડિયો ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે બપોરે 12:53 વાગ્યે પીળા કલરનું ટીશર્ટ અને વ્હાઈટ પેન્ટમાં નયન સ્કૂલના ગેટની અંદર આવી રહ્યો છે. નયન સાથે સ્કૂલના અન્ય છોકરાઓ પણ આસપાસ છે. નયનને પેટના ભાગે જ્યાં કટર વાગ્યું હતું, ત્યાંથી લોહી પણ નીકળી રહ્યું હતું.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
ગુજરાતના અમદાવાદના ખોખરાની ‘સેવન્થ ડે સ્કૂલ’માં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી નયનની તે જ શાળાના એક આઠમા ધોરણનાં વિદ્યાર્થીએ છરી મારીને હત્યા કરી હતી. આ સમગ્ર ઘટનાને હવે 15 દિવસ થઈ ગયા છે ત્યારે ઘટનાના કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં મૃતક વિદ્યાર્થી ગંભીર રીતે જખમી હાલતમાં સ્કૂલમાં આવતો જોવા મળી રહ્યો છે. તે બપોરે 12:53 કલાકે ગેટથી અંદર આવે અને અને પેટના ભાગને (જ્યાં ઈજા થઈ છે ત્યાં) હાથથી દબાવીને રાખતો પણ વીડિયોમાં દેખાઈ રહ્યો છે. થોડા સમય પછી પીડિત જમીન પર પડી ગયો, દરમિયાન શાળાના સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડ તરફથી તેની કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી નહીં. ત્યાં હાજર રહેલા બધા લોકો માત્ર ઉભા રહી વધુ જોઈ રહ્યા હતા. થોડીવાર બાદ પીડિતની માતા અને અન્ય એક મહિલા શાળાએ આવીને વિદ્યાર્થીઓની મદદથી તેને રીક્ષામાં બેસાડી હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો.
ADVERTISEMENT
જખમી હોવા છતાં પીડિત શાળાએ આવ્યો હોવાનો ખુલાસો
વીડિયો ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે બપોરે 12:53 વાગ્યે પીળા કલરનું ટીશર્ટ અને વ્હાઈટ પેન્ટમાં નયન સ્કૂલના ગેટની અંદર આવી રહ્યો છે. નયન સાથે સ્કૂલના અન્ય છોકરાઓ પણ આસપાસ છે. નયનને પેટના ભાગે જ્યાં કટર વાગ્યું હતું, ત્યાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. તેણે આ ઘાને દબાવીને રાખ્યો હતો અને તે સરખી રીતે ચાલી પણ શકતો નહતો.
Ahmedabad student stabbing: CCTV footage emerges 15 days after the incidenthttps://t.co/JdX7Etj5AM pic.twitter.com/ODpTNYf4Sf
— DeshGujarat (@DeshGujarat) September 3, 2025
લોહી લોહાણ હાલતમાં પીડિત શાળાએ આવતા ત્યાં રહેલા વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો હતો. વીડિયોમાં એવું પણ જોવા મળ્યું કે જ્યારે વિદ્યાર્થીઓ નયનની નજીક આવે, ત્યારે ત્યાંના સિક્યુરિટી ગાર્ડ તેમને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ સમયે સ્કૂલ સ્ટાફના કેટલાક માણસો પણ CCTVમાં રેકોર્ડ થયા. જોકે શાળાનો સ્ટાફ ત્યાં હાજર રહેવા છતાં કોઇએ મદદ કરી નહીં. જખમી નયન શાળામાં પહોંચીને 6-7 મિનિટ ત્યાં જ પીડામાં રહ્યો. આ પછી બે મહિલાઓ દોડીને શાળામાં નયન નજીક આવે છે અને બીજા વિદ્યાર્થીઓ સાથે તેને ઊંચકીને ગેટ બહાર લઈ જઈ એક રિક્ષામાં બેસાડીને હૉસ્પિટલ લઈ જાય છે. આ મહિલાઓ નયનના પરિવારની હોવાના અહેવાલ છે.
ઘટના વિશે
19 ઑગસ્ટના રોજ સેવન્થ ડે સ્કૂલમાં એક નજીવી બાબતને લીધે ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને કટર સાથે હુમલો કર્યો હતો. જે બાદ 20 ઑગસ્ટના રોજ પીડિતનું સારવાર દરમિયાન મણિનગરની એક હૉસ્પિટલમાં મૃત્યુ થયું. ઘટનાને પગલે વિદ્યાર્થીનાં પરિવારે શાળાએ પહોંચી પ્રિન્સિપલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી સંપૂર્ણ શાળાના પરિસર પર કબજો કરીજ્કર્યો હતો. ઘટનામાં આરોપી સગીર વિદ્યાર્થી છે. આ મામલે હવે વધુ તપાસ શરૂ છે.

