Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અંબાલાલકાકા હવે નહીં કરે કોઈ આગાહી

અંબાલાલકાકા હવે નહીં કરે કોઈ આગાહી

Published : 14 July, 2026 10:36 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિજ્ઞાન જાથાએ લોકોને આવા વરતારા પર ભરોસો ન કરવાની અપીલ કરી, સામે પક્ષે ખેડૂતોએ અંબાલાલકાકાને આગાહી બંધ નહીં કરવા કરી અપીલ

અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલ


ચોમાસાની સીઝન હોય, ઉનાળાની કે ઠંડીની સીઝન હોય, પોતાની આગાહીઓથી લોકપ્રિય બનેલા અંબાલાલ પટેલ હવે આગાહી નહીં કરે. આ વાત વાયુવેગે ચારેકોર ફેલાઈ જતાં અગણિત ખેડૂતો સહિત તેમના ચાહકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે. ખેડૂતો સહિતના લોકોએ અંબાલાલકાકાને આગાહી બંધ નહીં કરવા અપીલ કરી છે.

વરતારા કરનાર પર ભરોસો નહીં કરવા માટે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ લોકોને અપીલ કર્યા બાદ અંબાલાલ પટેલે હવે પછી તેઓ આગાહી નહીં કરે અેવી જાહેરાત કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં અંબાલાલકાકાએ કહ્યું હતું કે ‘વિજ્ઞાન જાથાનાં નિવેદન હજી પણ આવે છે અને આ નિવેદનો લગભગ ઘણી વખત પરંપરાગત જ્ઞાન પર કુઠારાઘાત છે. ઋષિમુનિઓના જ્ઞાન પર કુઠારાઘાત છે. આમ છતાં આ આગાહી અમે લોકકલ્યાણ અર્થે આપતા હતા. હવે અમારી ઉંમર થઈ, વિવાદમાં અમે પડવા માગતા નથી. હવે અમે આગાહી આપવા માગતા નથી. જ્યારે અમને સપોર્ટ મળશે તો આગાહી આપીશું, પરંતુ અત્યારે અમે આગાહી બંધ કરીએ છીએ.’ 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2026 10:36 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK