અમિત શાહે સોમનાથ ઉપરાંત કોડીનાર અને જૂનાગઢના ચાપરડામાં વિવિધ કાર્યોનાં ભૂમિપૂજન તેમ જ લોકાર્પણ કર્યાં હતાં.
અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતાપ્રધાન અમિત શાહે ગઈ કાલે સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવને જળાભિષેક કરીને અને પૂજનસામગ્રી અર્પણ કરીને શ્રદ્ધાથી શીશ નમાવ્યું હતું તથા ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા. અમિત શાહે સોમનાથ ઉપરાંત કોડીનાર અને જૂનાગઢના ચાપરડામાં વિવિધ કાર્યોનાં ભૂમિપૂજન તેમ જ લોકાર્પણ કર્યાં હતાં.

