કરમસદથી કેવડિયા સુધી ૧૫૨ કિલોમીટરની સરદાર પટેલની રાષ્ટ્રીય પદયાત્રામાં સરદાર પટેલનું સૉન્ગ લૉન્ચ કર્યું ભૂપેન્દ્ર પટેલે
શાસ્ત્રી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલના જીવન-કવનને દર્શાવતું ગીત લૉન્ચ કર્યું હતું.
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે ગઈ કાલે મધ્ય ગુજરાતના કરમસદથી નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા સુધીની ૧૫૨ કિલોમીટરની રાષ્ટ્રીય પદયાત્રા સરદાર@યુનિટી માર્ચને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્ય પ્રધાન માનિક સાહાએ ફ્લૅગ-ઑફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જય સરદારના નારા સાથે ઉત્સાહભેર લોકો પદયાત્રામાં જોડાયા હતા. આ પદયાત્રા ૬ ડિસેમ્બરે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે પહોંચશે. આ પદયાત્રા આણંદ ઉપરાંત વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થશે. આ પદયાત્રાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુભકામના સંદેશો પાઠવવામાં આવ્યો હતો જેનું પઠન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલના જીવન-કવનને દર્શાવતું ગીત લૉન્ચ કર્યું હતું.


