આદિવાસી સમાજના વિરોધને પગલે સુરત તાલુકા પંચાયતની કામરેજ બેઠક પરથી ભરત શામળાએ પાછી ખેંચી ઉમેદવારી
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ગઈ કાલે મોટા ભાગે કૉન્ગ્રેસના કેટલાય ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી હતી એની વચ્ચે સુરત તાલુકા પંચાયતની કામરેજ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારે તેમની ઉમેદવારી પાછી ખેંચી હતી. ગુજરાતમાં આ ચૂંટણીમાં સંભવિત રીતે પહેલી વાર બન્યું છે કે BJPના ઉમેદવારે તેમની ઉમેદવારી પાછી ખેંચી હોય.
કામરેજ બેઠક પરથી BJPના સત્તાવાર ઉમેદવાર તરીકે ભરત શામળાએ ઉમેદવારી નોંધાવી હતી. તેમની ઉમેદવારી બાદ આદિવાસી સમાજમાં વિરોધ ઊઠ્યો હતો. BJP આ ઉમેદવારને હટાવે નહીં તો BJPના આદિવાસી આગેવાનો અને કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી જેના કારણે BJPએ કોઈ જોખમ લેવાનું ટાળ્યું હતું અને સત્તાવાર ઉમેદવાર પાસેથી ઉમેદવારી પાછી ખેંચાવી હતી.
