BSF અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ઘુસણખોરોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમની પાસેથી મળેલી વસ્તુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આ લોકો ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતના કચ્છ જિલ્લામાં એક મોટા ઑપરેશનમાં, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ કોરી ક્રીક વિસ્તારમાંથી 15 પાકિસ્તાની ઘુસણખોરોને પકડી લીધા હોવાની માહિતી મળી રહી છે. મળેલા અહેવાલ મુજબ, BSF પેટ્રોલિંગ ટીમને ખાડી વિસ્તારમાં શંકાસ્પદ હરકત વિશે માહિતી મળી હતી. આ સમય દરમિયાન, સૈનિકોએ એક પાકિસ્તાની બોટને પોતાના તાબામાં લીધી હતી. BSF ને જોઈને બોટ પર હાજર કેટલાક લોકો ભાગી ગયા હતા, પરંતુ સૈનિકોએ 15 ઘુસણખોરોને પકડી લીધા હતા.
BSF અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ઘુસણખોરોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમની પાસેથી મળેલી વસ્તુઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આ લોકો ગેરકાયદેસર રીતે ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જપ્ત કરાયેલી વસ્તુઓમાં ખાદ્ય પદાર્થો, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી મળી આવી છે. ખાડી વિસ્તાર ભારત-પાકિસ્તાન સરહદનો સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. અહીં દરિયાઈ માર્ગો દ્વારા ઘુસણખોરીની હંમેશા શક્યતા રહે છે. ઘટના બાદ, BSF એ વિસ્તારમાં સર્ચ ઑપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે અને વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. સૈનિકો આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે જેથી અન્ય કોઈ ઘુસણખોરીનો પ્રયાસ ન થઈ શકે.
ADVERTISEMENT
બોર્ડર સિક્યુરિટી ફોર્સનું કહેવું છે કે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની ઘટનાઓ સતત નોંધાઈ રહી છે, પરંતુ ભારતીય સૈનિકો દર વખતે સતર્કતા અને ઝડપથી કાર્યવાહી કરીને તેમને નિષ્ફળ બનાવે છે. બીએસએફએ એમ પણ સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી ઊભું કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં. સ્થાનિક વહીવટીતંત્રને પણ સતર્ક કરવામાં આવ્યું છે અને ગુપ્તચર એજન્સીઓ પકડાયેલા ઘૂસણખોરોની પૂછપરછ કરી રહી છે.
બોર્ડર વિસ્તારોમાં પાકિસ્તાનનું કાવતરું શરૂ જ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા જવાનોએ સરહદ પાસેના વિસ્તારમાંથી બે દિવસ પહેલાં એક કબૂતરને પકડ્યું હતું. આ કબૂતર સાથે એક ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં જમ્મુ રેલવે-સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી લખી હતી. આ ચિઠ્ઠીને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાની વ્યવસ્થા વધારે મજબૂત કરી દેવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ‘પાકિસ્તાન ઘણી વાર સરહદપારથી સંદેશાઓ મોકલવા માટે ફુગ્ગા અને કબૂતરોનો ઉપયોગ કરતું આવ્યું છે. જોકે આવા સંદેશ સાથે કબૂતર પકડાઈ ગયું હોય એવી આ પહેલી ઘટના છે. આ કબૂતર ૧૮ ઑગસ્ટે રાતે ૯ વાગ્યે મળી આવ્યું હતું. ચિઠ્ઠી એના પગ સાથે બાંધેલી હતી. ધમકીનો સંદેશ ઉર્દૂ અને અંગ્રેજી બન્ને ભાષામાં લખ્યો હતો. ચિઠ્ઠીમાં ‘કાશ્મીરની આઝાદી’ અને ‘હવે સમય આવી ગયો છે’ જેવાં વાક્યો પણ લખ્યાં હતાં.’

