Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છના માંડવી તાલુકાના મસ્કા ગામે દીકરીના જન્મની ઉજવણી

કચ્છના માંડવી તાલુકાના મસ્કા ગામે દીકરીના જન્મની ઉજવણી

Published : 21 August, 2026 02:25 PM | IST | Kutch
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છાબ લઈને વિધાનસભ્ય તેના ઘરે પહોંચ્યા અને વધામણાંની કિટ આપી

વિધાનસભ્ય અનિરુદ્ધ દવે હાથમાં છાબ લઈને વાજતે-ગાજતે દીકરીના ઘરે ગયા હતા.

વિધાનસભ્ય અનિરુદ્ધ દવે હાથમાં છાબ લઈને વાજતે-ગાજતે દીકરીના ઘરે ગયા હતા.


ગુજરાતના કચ્છમાં આવેલા માંડવી તાલુકાના મસ્કા ગામે દીકરીનો જન્મ થતાં એની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભ્ય અનિરુદ્ધ દવે નવજાત દીકરીના ઘરે વાજતે-ગાજતે છાબ લઈને ગયા હતા અને તેના ઘરે દરવાજા પર આસોપાલવનું તોરણ બાંધ્યું હતુ. આ ઉપરાંત દીકરીનું કંકુ-ચોખા વડે પૂજન કરીને, તેને વધાવીને પરિવારજનોને શુભકામના આપી હતી. નવજાત દીકરી માટે ખાસ દીકરી-વધામણાં કિટ આપવામાં આવી હતી. દીકરી બચાવીએ, દીકરી ભણાવીએ અને દીકરીને ગૌરવભેર વધાવીએ એવા મેસેજ સાથે યોજાયેલો આ દીકરી જન્મોત્સવ સમાજ માટે પ્રેરણાદાયી પહેલ બની રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 August, 2026 02:25 PM IST | Kutch | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK