Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > પિશાચી પિતાએ એકના એક સગા દીકરાને પછાડી-પછાડીને, માથામાં લાકડીના ઘા મારીને હત્યા કરી નાખી

પિશાચી પિતાએ એકના એક સગા દીકરાને પછાડી-પછાડીને, માથામાં લાકડીના ઘા મારીને હત્યા કરી નાખી

Published : 03 November, 2026 02:43 PM | Modified : 03 November, 2026 02:45 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાણંદ તાલુકાના વીંછિયા ગામે કાળજું કંપાવતી ઘટનાથી સમગ્ર પંથકમાં ફેલાઈ અરેરાટી : પોતાની જેમ છોકરો પણ ભૂવો ન બને એ માટે ૧૦ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો ખુદ પિતાએ 

દીકરાની હત્યા કરનારો પિતા નરેશ પટેલ.

દીકરાની હત્યા કરનારો પિતા નરેશ પટેલ.


અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વીંછિયા ગામે રવિવારે મોડી સાંજે એક પિતાએ પિશાચી કૃત્ય આચરીને એકના એક સગા દીકરાને મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઈ હતી. કાળજું કંપાવતી આ ઘટનામાં છોકરો ભૂવો ન બને એ માટે પિતાએ ઘાતકી રીતે સગા દીકરાને જમીન પર પછાડી-પછાડીને અત્યંત નિર્દયી રીતે હત્યા કરી હતી. જોકે આ ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસે નરાધમ પિતા નરેશ પટેલ (કોળી)ને પકડી લીધો હતો.  

સાણંદ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે. એલ. ચૌહાણ સહિત સાણંદ પોલીસની ટીમે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે વીંછિયા ગામે જૂના બસ-સ્ટૅન્ડ પાસે રવિવારે મોડી સાંજે ૭ વાગ્યે નરેશ પટેલે પોતાના ઘરની આગળ જોગણીમાતાજીની દેરી પાસે પોતાના ૧૦ વર્ષના પુત્ર કરણની હત્યા કરી હતી. દીકરો માતાજીનો ભૂવો ન બને એ માટે પિતાએ માતાજીની દેરી આગળ દીકરાને પગથી પકડીને, બેથી ત્રણ વખત પછાડીને તેમ જ માથામાં લાકડીના ઘા મારીને દીકરાનું ક્રૂરતાપૂર્વક મોત નિપજાવ્યું હતું. પોતાના ઘરની આગળ જ દીકરાને પછાડી-પછાડીને મારતાં, બૂમાબૂમ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. લોકોએ જોયું તો ખુદ પિતાએ જ સગા દીકરાની હત્યા કરી હતી જેના કારણે અરેરાટી ફેલાવા સાથે પિતા સામે રોષ ફેલાયો હતો. પાડોશીઓએ પોલીસને તેમ જ દીકરાની માતા ભારતી પટેલને ફોન કરીને જાણ કરી હતી. પોલીસે આવીને નરેશ પટેલને ઝડપી લીધો હતો. 



ઘરની બહાર આ ગોઝારી ઘટના બની ત્યારે માતા ભારતી પટેલ પિયર ગઈ હતી અને ઘરમાં પિતા અને પુત્ર એકલા હતા. પોતાની પત્ની ઘરમાં ન હોવાનો લાભ લઈને નરેશ પટેલે આ ઘાતકી હત્યાને અંજામ આપ્યો હતો. જોકે માતાને પાડોશીઓએ ફોન કરીને જાણ કરતાં તે ઘરે દોડી આવી હતી. એકના એક દીકરાની પોતાના પતિએ જ હત્યા કર્યાનું જાણીને માતા પર આભ તૂટી પડ્યું હતું. 


શંકાના આધારે પિતાએ દીકરાને મારી નાખ્યો : પોલીસ-અધીક્ષક 

અમદાવાદ ગ્રામ્યના પોલીસ-અધીક્ષક ઓમપ્રકાશ જાટે મીડિયાને કહ્યું હતું કે ‘પિતા નરેશ ભૂવો હતો અને તેને લાગતું હતું કે મારો છોકરો પણ ભૂવો બનશે. આ શંકાના આધારે પિતાએ દીકરાને મારી નાખ્યો હતો. પિતા નહોતો ઇચ્છતો કે તેનો દીકરો ભૂવો બને. આ કેસમાં બીજું કોઈ સંડોવાયેલું છે કે કેમ તેમ જ બીજું કોઈ પ્લાનિંગ હતું કે કેમ એની તપાસ ચાલુ છે. આ બનાવ ખૂબ જ દુઃખદ છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 02:45 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK