Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બંદરો ખણકાવશે રાજ્યની તિજોરી

બંદરો ખણકાવશે રાજ્યની તિજોરી

Published : 03 November, 2026 09:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોર્ટ્‍સનો વિકાસ કરીને એના દ્વારા મળતી મહેસૂલ વધારવાની મહારાષ્ટ્ર સરકારની યોજના

રત્નાગિરી

રત્નાગિરી


મહારાષ્ટ્રને વધુ મહેસૂલ મળે એટલા માટે સરકારે બંદરોનો વિકાસ કરવાની યોજના તૈયાર કરી છે. સિંધુદુર્ગ, પાલઘર, રત્નાગિરિ અને રાયગડ દરિયાકિનારે બંદરોનો વિકાસ કરીને એના દ્વારા મળતી મહેસૂલમાં વધારો કરવાની યોજના સરકારની છે. સરકારી માલિકીનાં આ ૪ બંદરોનો વિકાસ કરીને રાજ્યની તિજોરીમાં ૬૦૦૦ કરોડથી ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની મહેસૂલ મેળવી શકાય એવી ગણતરી સરકારની છે.

રાજ્યના ફિશરીઝ ઍન્ડ પોર્ટ મિનિસ્ટર નીતેશ રાણેએ આ યોજના વિશે જાણકારી આપતાં બંદોરોનો વિકાસ કરીને હજારો કરોડો રૂપિયાની મહેસૂલ મેળવી શકાય એમ જણાવ્યું હતું. આ ઉપરાંત રત્નાગિરિના જયગડમાં ગોવા શિપયાર્ડ દ્વારા શીપબિલ્ડિંગ પ્રોજેક્ટ શરૂ કરવાની પણ સરકારની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું. ગોવા શિપયાર્ડ દ્વારા યુદ્ધનૌકાઓ પણ બનાવવામાં આવે છે અને એનું અનુકરણ કરીને મહારાષ્ટ્રને પણ શિપબિલ્ડિંગનું કેન્દ્ર બનાવી શકાય એવું નીતેશ રાણેનું માનવું છે.



આ ઉપરાંત સાગરી માર્ગ-વૉટરવેઝ ટ્રાન્સપોર્ટને પણ વિકસાવવા માટે સરકાર તત્પર છે. બોટ દ્વારા પર્યટકો અવરજવર કરી શકે એ માટે પ્રોજેક્ટ શરૂ કરવાનું પણ સરકાર વિચારી રહી છે જેથી જળમાર્ગોનો ઉપયોગ પર્યટનક્ષેત્રે થઈ શકે, લોકોને સરળતા પડે અને સમય પણ ઓછો વેડફાય.


હાલ ફક્ત ૨૫૮ કરોડ રૂપિયાની મહેસૂલ મળે છે

રાજ્યમાં હાલ ૪૮ બંદરો છે અને એના દ્વારા સરકારને ફક્ત ૨૫૮ કરોડ રૂપિયાની જ મહેસૂલ મળે છે. એટલા માટે ૧૦૦ ટકા સરકારની માલિકીનાં હોય અને એનાથી મળતી મહેસૂલ સરકારને મળી રહે એ માટે બંદરોનો વિકાસ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. નવાં બંદરોના નિર્માણથી માલવાહક જહાજો, સાગરી ઉદ્યોગ, સર્વિસ સેક્ટર બધાને વેગ મળશે તથા કિનારાપટ્ટીમાં રોજગારની તક પણ ઊભી થશે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK