Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જરૂરિયાતમંદ બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટનો બહારનો ભાગ વધુ એક વખત ફ્રી નાખી આપવામાં આવશે

જરૂરિયાતમંદ બાળકો માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટનો બહારનો ભાગ વધુ એક વખત ફ્રી નાખી આપવામાં આવશે

Published : 28 May, 2026 12:10 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૪થી શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સંપૂર્ણ બહેરાશ ધરાવતાં બાળકોને વિનામૂલ્ય કોક્લિયર ઇમ્પ્લાન્ટ નાખી આપવામાં આવે છે અને અત્યાર સુધીમાં ૩૫૦૦ જેટલાં બાળકોમાં એ નાખી આપવામાં આવ્યો છે. 

કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ લેનારાં ૨૦ બાળકો સાથે ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં અમદાવાદના સાયન્સ સિટીમાં મુલાકાત કરીને લટાર મારી હતી. બાળકો સાથે ભૂપેન્દ્ર પટેલે ઍક્વાટિક ગૅલરી જોઈ હતી અને અવનવી માછલીઓ સાથે જળચર સૃષ્ટિ જોઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો સાથે ભૂપેન્દ્ર પટેલે બાળસહજ વાતો કરીને વાત્સલ્યભાવ પ્રગટ કર્યો હતો.

કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ લેનારાં ૨૦ બાળકો સાથે ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં અમદાવાદના સાયન્સ સિટીમાં મુલાકાત કરીને લટાર મારી હતી. બાળકો સાથે ભૂપેન્દ્ર પટેલે ઍક્વાટિક ગૅલરી જોઈ હતી અને અવનવી માછલીઓ સાથે જળચર સૃષ્ટિ જોઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાળકો સાથે ભૂપેન્દ્ર પટેલે બાળસહજ વાતો કરીને વાત્સલ્યભાવ પ્રગટ કર્યો હતો.


સંપૂર્ણ સાંભળી ન શકતા જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્ય કોક્લિયર ઇમ્પ્લાન્ટ નાખી આપવામાં આવે છે. જોકે કોક્લિયર ઇમ્પ્લાન્ટના બહારના ભાગને નુકસાન થાય તો જે-તે વાલીઓએ ૫૦ ટકા રકમ ભરવી પડતી હતી એમાંથી હવે મુક્તિ મળી છે. બાળકોમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટનો બહારનો ભાગ વધુ એક વખત નિઃશુલ્ક નાખી આપવાનો નિર્ણય ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓએ રાહત અનુભવી છે.

ગુજરાતમાં જે બાળકોએ કોક્લિયર ઇમ્પ્લાન્ટ નાખ્યો હોય એનો આઉટર ભાગ સ્પીચ પ્રોસેસર ઘણી વાર અથડાવાથી કે પડી જવાથી નુકસાન થાય છે કે પછી ખોવાઈ જાય તો એ ફરી વાલીઓએ નખાવવો પડતો હતો અને આવા કિસ્સામાં વાલીઓએ પચાસ ટકા રકમ ભરવી પડતી હતી. કોક્લિયર ઇમ્પ્લાન્ટના આ ભાગનો ખર્ચ આશરે સાડાત્રણ લાખ રૂપિયા જેટલો થાય છે. વાલીઓએ એની પચાસ ટકા રકમ ભરવી પડતી હતી. આ અંગે વાલીઓએ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી કે આ રકમ માફ કરવામાં આવે. ભૂપેન્દ્ર પટેલે આ અંગે ત્વરિત નિર્ણય કરીને બીજી વખત કોક્લિયર ઇમ્પ્લાન્ટનો બહારનો ભાગ વિનામૂલ્ય નાખી આપવાનો આવકારદાયક નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ ૪૦૦ જેટલાં બાળકો બીજી વખત કોક્લિયર ઇમ્પ્લાન્ટનો બહારનો ભાગ નખાવીને ફરી એક વાર બરાબર સાંભળતાં થયાં છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 12:10 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK