દસમા ધોરણ પછીની તમામ સ્કૉલરશિપ યોજનાઓ હવે એક જ ડિજિટલ સિસ્ટમ હેઠળ આવી જશે
અગાઉ સ્કૉલરશિપ ફૉર્મ ભરવા માટે વિદ્યાર્થીઓએ ૧૩૦થી વધુ મુદ્દા માટે વિગતો ભરવી પડતી હતી, જે હવે નવા પોર્ટલ પર ઘટીને માત્ર ૬૫ની આસપાસ થઈ જશે
મહારાષ્ટ્ર સરકાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-’૨૭થી વિદ્યાર્થીઓ માટે એક નવું ઇન્ટિગ્રેટેડ સ્કૉલરશિપ પ્લૅટફૉર્મ ‘મહાસ્કૉલરશિપ’ શરૂ કરશે. આ નવું પ્લૅટફૉર્મ અત્યારે કાર્યરત MahaDBT 2.0 પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનાથી દસમા ધોરણ પછીની તમામ સ્કૉલરશિપ યોજનાઓ હવે એક જ ડિજિટલ સિસ્ટમ હેઠળ આવી જશે.
રાજ્યના હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આ પગલાનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપ માટે નવી ઍપ્લિકેશન કરવાની, એનું રિન્યુઅલ કરાવવાની, ડૉક્યુમેન્ટ વેરિફિકેશનની અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવાનો છે.
ADVERTISEMENT
અગાઉ સ્કૉલરશિપ ફૉર્મ ભરવા માટે વિદ્યાર્થીઓએ ૧૩૦થી વધુ મુદ્દા માટે વિગતો ભરવી પડતી હતી, જે હવે નવા પોર્ટલ પર ઘટીને માત્ર ૬૫ની આસપાસ થઈ જશે. આ ફેરફારથી ફૉર્મ ભરવામાં થતી ભૂલો ઘટશે અને વિદ્યાર્થીઓનો સમય પણ બચશે.
