Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કરી રાષ્ટ્રીય કટોકટી

ડોનલ્ડ ટ્રમ્પે જાહેર કરી રાષ્ટ્રીય કટોકટી

Published : 29 August, 2026 10:38 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની ઇલેક્ટ્રિક ગ્રિડને સુરક્ષિત કરવા એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી, વિદેશી ઉપકરણો અને સૉફ્ટવેર પર આકરા પ્રતિબંધો મૂકીને ટ્રમ્પ-પ્રશાસને સાઇબર સુરક્ષા વધુ મજબૂત બનાવી

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે બલ્ક-પાવર સિસ્ટમને વિદેશી હસ્તક્ષેપથી બચાવવા માટે એક મહત્ત્વપૂર્ણ એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી છે. આ ઑર્ડર હેઠળ દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. વિદેશમાં બનેલાં એવાં ઇલેક્ટ્રિક ઉપકરણો પર સખત પ્રતિબંધ મુકાયો છે જે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે સાઇબર અથવા ઑપરેશનલ ખતરો ઊભો કરી શકે છે.

આ કડક નિર્ણયથી જોખમી વિદેશી સૉફ્ટવેર અને ડિજિટલ સાધનોની ખરીદી પર સીધી રોક લાગશે. ઊર્જાપ્રધાન હવે અન્ય પ્રધાનો સાથે મળીને એવાં ઉપકરણોની ઓળખ કરશે જે અમેરિકાના ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખતરો બની શકે છે. અદ્યતન ઉત્પાદન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ઝડપી વિકાસને કારણે દેશમાં વીજળીની ડિમાન્ડ સતત વધી રહી છે.



વિદેશી સપ્લાય ચેઇન પરની નિર્ભરતા ઘટાડવા માટે ડોનલ્ડ ટ્રમ્પ લાંબા સમયથી સક્રિય છે. તેમણે અગાઉ એપ્રિલ ૨૦૨૫માં ઇલેક્ટ્રિક ગ્રિડ અને ત્યાર બાદ ઑગસ્ટ ૨૦૨૬માં ડ્રૉન ઉદ્યોગ તેમ જ સંરક્ષણ ક્ષેત્રને મજબૂત કરવા માટે પણ સખત નિર્ણયો લીધા હતા. આ નવા ઑર્ડરથી અમેરિકાની આંતરિક સુરક્ષા અને અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે. 


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 10:38 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK