પોતાનાં જ પગલાંવાળી શીટ બાળકો સાથે લઈ જઈ શકશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સુરતમાં કેટલીક સ્કૂલોએ આ કુમકુમ તિલક કરવાની કે કુમકુમ પગલાં કરવાની પ્રથા શરૂ કરી છે.
સુરતની જ્ઞાન ગંગા વિદ્યાલયમાં સ્કૂલના પહેલા દિવસની અનોખી ઉજવણી થઈ
ઉનાળાનું વેકેશન પૂરું થતાં ગઈ કાલે સ્કૂલો ખૂલી હતી. સુરતની જ્ઞાન ગંગા વિદ્યાલયમાં સ્કૂલના પહેલા દિવસની અનોખી ઉજવણી થઈ હતી. આ દિવસની યાદ હંમેશાં સાથે રહી શકે એ માટે બાળકોનાં કુમકુમ પગલાં કાગળની એક શીટ પર લેવામાં આવ્યાં હતાં. પોતાનાં જ પગલાંવાળી શીટ બાળકો સાથે લઈ જઈ શકશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી સુરતમાં કેટલીક સ્કૂલોએ આ કુમકુમ તિલક કરવાની કે કુમકુમ પગલાં કરવાની પ્રથા શરૂ કરી છે.

