Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છના ખાવડામાં ગમખ્વાર અકસ્માતમાં ૭ મજૂરોનાં મોત, વડા પ્રધાને શોક વ્યક્ત કર્યો

કચ્છના ખાવડામાં ગમખ્વાર અકસ્માતમાં ૭ મજૂરોનાં મોત, વડા પ્રધાને શોક વ્યક્ત કર્યો

Published : 10 October, 2026 02:56 PM | IST | Kutch
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પિકઅપ વૅન પલટી ખાઈ ગઈ હતી અને મજૂરો અંદર ફસાઈ ગયા હતા

ગમખ્વાર અકસ્માતની તસવીર

ગમખ્વાર અકસ્માતની તસવીર


ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક નજીક ગઈ કાલે મોડી રાત્રે એક પિક-અપ વૅન જેમાં ૩૦થી ૩૨ મજૂરો સવાર હતા એ ટ્રક સાથે અથડાતાં ૭ મજૂરોનાં મોત થયાં છે અને વીસથી વધુ ઘાયલ થયા છે. આ અકસ્માત વહેલી સવારે લગભગ ૪ વાગ્યે બન્યો હતો. પિકઅપ વૅન પલટી ખાઈ ગઈ હતી અને મજૂરો અંદર ફસાઈ ગયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘કચ્છમાં થયેલી દુર્ઘટનામાં મજૂરોએ જીવ ગુમાવ્યાના સમાચારથી ખૂબ જ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરું છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 02:56 PM IST | Kutch | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK