મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત લોકોની જાતમાહિતી મેળવવા કરેલી મુલાકાતની જાણ મોરારીબાપુને થઈ હતી. તેઓએ વ્યાસપીઠના સહયોગ દાયિત્વરૂપે રૂપિયા પચીસ લાખનું દાન રાહતનિધિમાં આપ્યું છે.
યુદ્ધકૌશલ : ધરમશાલાના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય લશ્કરના જવાનોએ સિખોની યુદ્ધકલા ગતાકાનાં કેટલાંક કરતબ સ્વર્ણિમ વિજય વર્ષના કાર્યક્રમ નિમિત્તે ગઈ કાલે દેખાડ્યાં હતાં. પી.ટી.આઇ.
જૂનાગઢ, જામનગર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદે વેરેલા વિનાશના કારણે મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્તો માટે જાણીતા કથાકાર મોરારીબાપુએ ગુજરાતના મુખ્ય પ્રધાન રાહતનિધિમાં પચીસ લાખ રૂપિયા અર્પણ કર્યા છે.
અત્યારે મોરારીબાપુની રામકથા દાર્જીલિંગમાં ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત લોકોની જાતમાહિતી મેળવવા કરેલી મુલાકાતની જાણ મોરારીબાપુને થઈ હતી. તેઓએ વ્યાસપીઠના સહયોગ દાયિત્વરૂપે રૂપિયા પચીસ લાખનું દાન રાહતનિધિમાં આપ્યું છે.

