એક જ મંડપ, એક જ સેલિબ્રેશન અને આખો પરિવાર એકસાથે. તમે સમૂહલગ્નો થતાં જોયાં હશે
કંકોતરી
રાજસ્થાનમાં એક કંકોતરીનો ફોટો વાઇરલ થયો છે જેમાં એક જ મંડપમાં એકસાથે કાકા-બાપાનાં કુલ પંદર સંતાનોનાં લગ્ન ગોઠવવામાં આવ્યાં છે. એક જ મંડપ, એક જ સેલિબ્રેશન અને આખો પરિવાર એકસાથે. તમે સમૂહલગ્નો થતાં જોયાં હશે, એક જ પરિવારના બે કે ત્રણ ભાઈઓ કે બહેનોનાં લગ્ન પણ એકસાથે થતાં હોવાનું જોયું હશે; પરંતુ એક જ પરિવારનાં એકસાથે ૧૫ લગ્ન એ ખરેખર જ કંઈક અનોખું છે.
