Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભાડું ચૂકવી ન શકનારા ભાડૂતે મકાનમાલિકને પોતાની પત્ની અને પુત્રી પર રેપ કરવા દીધો

ભાડું ચૂકવી ન શકનારા ભાડૂતે મકાનમાલિકને પોતાની પત્ની અને પુત્રી પર રેપ કરવા દીધો

Published : 18 May, 2026 09:46 AM | IST | Morbi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોરબીની ઘટના, છ મહિનાથી ચાલતા આ જુલમમાં બે જણની ધરપકડ

આરોપી મકાનમાલિક

આરોપી મકાનમાલિક


મોરબીમાં ભાડું ચૂકવી ન શકનારા એક ભાડૂતે તેના મકાનમાલિકને તેની પત્ની અને સગીર પુત્રી પર બળાત્કાર કરવાની મંજૂરી આપી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે શનિવારે ભાડૂત અને મકાનમાલિકની ધરપકડ કરી હતી. આ કેસમાં એક આરોપી ફરાર છે.

આ કેસમાં પોલીસના જણાવ્યા અનુસાર આ પરિવાર લગભગ ૬ મહિના પહેલાં કામની શોધમાં મોરબી આવ્યો હતો. તેમણે મહિને ૨૦૦૦ રૂપિયાના ભાવે ઘર ભાડે રાખ્યું હતું. આર્થિક મુશ્કેલીઓને કારણે પરિવાર નિયમિત ભાડું ચૂકવી શકતો નહોતો. એવો આરોપ છે કે મકાનમાલિકે બાકી ભાડું માફ કરવાના બદલામાં ભાડૂતની પત્ની સાથે શારીરિક સંબંધની માગણી કરી હતી. પૈસા ન હોવાથી પતિ આ માટે સંમત થઈ ગયો હતો. આ પછી મકાનમાલિકે ભાડૂતની પત્ની પર ઘણી વખત બળાત્કાર કર્યો હતો. થોડા સમય પછી મકાનમાલિકે ભાડૂતની ટીનેજર દીકરીને પણ પોતાના હવસની શિકાર બનાવી હતી. એવો આરોપ છે કે મકાનમાલિક અને અન્ય એક આરોપીએ છોકરીને વિવિધ સ્થળોએ લઈ જઈને તેનું જાતીય શોષણ કર્યું હતું. આ છેલ્લા ૬ મહિનાથી ચાલી રહ્યું હતું. જ્યારે મહિલાના પિતા (છોકરીના નાના)ને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે મોરબી A ડિવિઝન પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.   


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 09:46 AM IST | Morbi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK