Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૭૫,૦૦૦ યુનિટ બ્લડ ભેગું કરવાનો ટાર્ગેટ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૭૫,૦૦૦ યુનિટ બ્લડ ભેગું કરવાનો ટાર્ગેટ

Published : 16 September, 2025 09:03 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવતી કાલે નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદમાં મેગા બ્લડ ડોનેશન કૅમ્પ : જન્મદિવસે ૧૫૦ કલાકસબીઓ સાથે યોજાશે મેગા મલ્ટી-મ્યુઝિકલ મલ્ટી-મીડિયા શો નમોત્સવ

રાજકોટ, મહેસાણા અને સુરતમાં નમોત્સવનું મંચન થયું હતું

રાજકોટ, મહેસાણા અને સુરતમાં નમોત્સવનું મંચન થયું હતું


નરેન્દ્ર મોદીનો ૧૭ સપ્ટેમ્બરે જન્મદિવસ છે. એ દિવસે અમદાવાદમાં બાપુનગરના એક ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદીના જીવન-સંઘર્ષયાત્રાનો એક અનોખો નમોત્સવ શો યોજાશે. નરેન્દ્ર મોદીના જન્મદિવસે માત્ર નમોત્સવ શો જ નહીં, અમદાવાદમાં આવેલા વિશ્વના સોથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેરાપંથ યુવક પરિષદ દ્વારા મેગા બ્લડ ડોનેશન કૅમ્પ યોજાશે જેમાં ૭૫,૦૦૦ બ્લડ યુનિટ એકઠું કરવાનો ટાર્ગેટ રખાયો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા કાર્યક્ર્મ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર સહિતનાં શહેરોના સિનિયર સિટિઝન્સ એકસાથે ક્રિકેટમૅચ રમશે.


નમોત્સવના સ્ક્રિપ્ટ-રાઇટર, ગીતો રચનાર તેમ જ એના સૂત્રધાર સાંઈરામ દવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારતમાં આવું પહેલી વાર બની રહ્યું છે કે કોઈ માણસ જીવંત હોય અને તેના જીવન પર રંગમંચ પર ડ્રામા થતો હોય. દેશનો આ પ્રથમ મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો છે, જેમાં બે કલાકના નમોત્સવ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીના જીવનસંઘર્ષની યાત્રા વણી લેવામાં આવી છે. છેલ્લે ડ્રોન શો પણ છે જેમાં ડ્રોનથી અયોધ્યાનું મંદિર તેમ જ નરેન્દ્ર મોદીનું ​ફિગર ક્રીએટ કરવામાં આવી રહ્યું છે. ૧૦૦ નૃત્યકારો અને રંગભૂમિના ૪૦ કલાકારો સહિત ૧૫૦ કલાકારો નરેન્દ્ર મોદીના જીવનચરિત્રના પ્રસંગોનું મંચન કરાવશે. વિરલ રાચ્છે દિગ્દર્શન કર્યું છે, રાહુલ મુંજારિયાએ સંગીત આપ્યું છે અને આ કાર્યક્રમનો કન્સેપ્ટ અમિત દવેનો છે. નમોત્સવમાં ઑપરેશન સિંદૂર અને સૌગંધ મુઝે ઇસ મિટ્ટી કી ગીતને મુંબઈના સ્ટન્ટ-ડાન્સર્સ દિલધડક સ્ટન્ટ સાથે રજૂ કરશે. અત્યાર સુધીમાં રાજકોટ, મહેસાણા અને સુરતમાં આ શો થયા છે અને હવે નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદમાં યોજાશે.’




૧૭ સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠે તેરાપંથ યુવક પરિષદ દ્વારા આયોજિત મેગા બ્લડ-ડોનેશન કૅમ્પ વિશે રાજેશ સુરાણાએ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી વિશ્વને મેસેજ આપીશું કે અમદાવાદ અને ગુજરાતના લોકો સામાજિક કાર્યોમાં પાછા પડતા નથી. ૭૫,૦૦૦ યુનિટ બ્લડ એકઠા કરવાનો અમારો ટાર્ગેટ છે. એના માટે સવારે સાત વાગ્યાથી કૅમ્પ શરૂ કરાશે. સ્ટેડિયમમાં ૭૫ બ્લડ-બૅન્કને બોલાવી છે. દરેક બ્લડ-બૅન્કમાંથી બે ડૉકટર અને પાંચ લૅબ-ટે​​ક્નિશ્યન આવશે. સ્ટેડિયમમાં ૧૫૦ બૂથ ઊભા કરવામાં આવશે. એક બૂથમાં દસથી ૧૫ બેડ મુકાશે અને બ્લડ કલેક્ટ કરાશે.’

સિનિયર સિટિઝન્સ રમશે ક્રિકેટ


નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદમાં સિનિયર સિટિઝન્સ ક્રિકેટમૅચ રમશે એ વિશે વાત કરતાં ઍવેન્જર ગ્રુપના પ્રમુખ ડૉ. નરેન્દ્ર લવિંગિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીની ફિટ ઇ​ન્ડિયાની અપીલને અનુસરીને અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરેન્દ્રનગરના ૬૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટિઝન્સ માટે ક્રિકેટ-ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટ પાછળનો ઉદ્દેશ નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયાના મંત્રને સાર્થક કરવાનો છે.’

૭૫૦૦૦ શિક્ષકો વાવશે ૭૫૦૦ છોડ

નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત જિલ્લાની શાળાઓના ૭૫૦૦ શિક્ષકો જુદાં-જુદાં વૃક્ષોના ૭૫૦૦ છોડ વાવશે. આ ઉપરાંત આંગણવાડીઓમાં અને પ્રાથમિક સ્કૂલોમાં બાળકોને પૌ​ષ્ટિક આહાર સુખડીનું વિતરણ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

16 September, 2025 09:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK