જે. પી. નડ્ડાએ ગઈ કાલે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં પાર્ટીની રૅલીને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું
ફાઇલ તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ ગઈ કાલે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં પાર્ટીની રૅલીને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું કે ‘૧૪ કરોડ સભ્યો સાથે BJP વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ છે. બે કરોડ સક્રિય સભ્યો પાર્ટીમાં છે. દેશભરમાં લોકસભાના ૨૪૦ સભ્યો, લગભગ ૧૫૦૦ વિધાનસભ્યો અને વિધાન પરિષદોમાં ૧૭૦થી વધુ સભ્યો સાથે BJPના ૧૯૧૦ જનપ્રતિનિધિઓ છે. ભારતમાં ૨૦ રાજ્યોમાં NDA સરકારો છે અને ૧૩ રાજ્યોમાં BJPની સરકારો છે.’

