બિહારમાં પૂર્ણિયા ઍરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરીને વડા પ્રધાને રાજીવ ગાંધીનું નામ લીધા વિના ટોણો માર્યો કે કૉન્ગ્રેસના એક વડા પ્રધાને સ્વીકાર્યું હતું કે કેન્દ્ર સરકાર ૧૦૦ રૂપિયા મોકલે છે તો ૮૫ રૂપિયા વચ્ચે જ લૂંટાઈ જાય છે
નરેન્દ્ર મોદી સભાના મંચ સુધી ખુલ્લી ગાડીમાં અભિવાદન કરતાં-કરતાં પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર અને નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરી પણ હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બિહારમાં ૩૬,૦૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વર્ષમાં નરેન્દ્ર મોદીએ બિહારની સાતમી વાર મુલાકાત લીધી હતી. પૂર્ણિયા ઍરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યા પછી તેમણે જાહેર સભાને સંબોધન કર્યું હતું જેમાં કૉન્ગ્રેસ અને RJD પર હુમલો કરતાં કહ્યું હતું કે આ બે પાર્ટીઓથી બિહારના સન્માન અને ઓળખ પર ખતરો છે, કેમ કે આ લોકો બિહારની સરખામણી બીડી સાથે કરે છે.
કોઈનુંય નામ લીધા વિના નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘મારા પહેલાં જે લોકો અહીંનાં ચક્કર કાપી ગયા તેમને મખાણાનું નામ પણ ખબર નહીં. એ લોકો ઘૂસણખોરોને બચાવવા માટે યાત્રાઓ અને પ્રદર્શનો કરે છે, પણ ઘૂસણખોરો પર તાળું મારવાની નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)એ જવાબદારી ઉઠાવી છે.’
ADVERTISEMENT
મોદીએ કહ્યું હતું કે ‘મારા પહેલાં જે લોકો અહીંનાં ચક્કર કાપી ગયા તેમને મખાણાનું નામ પણ ખબર નહીં. એ લોકો ઘૂસણખોરોને બચાવવા માટે યાત્રાઓ અને પ્રદર્શનો કરે છે, પણ ઘૂસણખોરો પર તાળું મારવાની નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)એ જવાબદારી ઉઠાવી છે.’
જે લોકોને પોતાની તિજોરી ભરવાની આદત થઈ ગઈ હોય તેમને ગરીબોના ઘરની ચિંતા નથી હોતી એમ જણાવતાં રાજીવ ગાંધીનું નામ લીધા વિના નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના એક વડા પ્રધાને સ્વીકાર્યું હતું કે કેન્દ્ર સરકાર ૧૦૦ પૈસા મોકલે છે એમાંથી ૮૫ પૈસા વચેટિયા લૂંટી જાય છે, માત્ર ૧૫ પૈસા જ જનતાને મળે છે. કૉન્ગ્રેસ-RJDની સરકારમાં કદી સીધા ગરીબોનાં ખાતાંમાં પૈસા નહોતા જતા. લાલટેન જલાવીને પંજો એ પૈસા પર હાથ મારતો હતો.’
નરેન્દ્ર મોદી કુલ ત્રણ કલાક પૂર્ણિયામાં રહ્યા હતા. એ દરમ્યાન તેમણે એક વંદે ભારત અને ૩ અમૃત ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી આપી હતી.
નીતીશકુમારે કહ્યું, ઊભા થઈને વડા પ્રધાન મોદીજીને પ્રણામ કરો
વડા પ્રધાનના સંબોધન પહેલાં મુખ્ય પ્રધાન નીતીશકુમારે સ્પીચ આપી હતી. એમાં તેમણે સૌથી પહેલાં લોકોને ઊભા થઈને નરેન્દ્ર મોદીને પ્રણામ કરવા કહ્યું હતું અને લોકોએ એમ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘પહેલાંની સરકારે કોઈ કામ નહોતું કર્યું. વચમાં ગરબડ પણ થઈ ગઈ હતી. હવે એવી ગરબડ કદી નહીં થાય. અમારી પાર્ટીના કેટલાક નેતાઓ ગરબડ કરી દેતા હતા. હવે હું અહીંથી આમ-તેમ જાઉં એ સવાલ જ નથી ઊઠતો.’

