Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઉનાળામાં ગુજરાતના હિલ-સ્ટેશન સાપુતારામાં સર્જાયો કાશ્મીર જેવો માહોલ

ઉનાળામાં ગુજરાતના હિલ-સ્ટેશન સાપુતારામાં સર્જાયો કાશ્મીર જેવો માહોલ

Published : 23 May, 2026 10:01 AM | IST | Saputara
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લા બે દિવસથી ઠંડક સાથે ખુશનુમા વાતાવરણ સર્જાતાં સહેલાણીઓ અનુભવી રહ્યા છે રોમાંચ : ઠંડકનો અહેસાસ કરવા વહેલી સવારથી નીકળી રહ્યા છે બહાર : ડુંગરો પર પથરાઈ રહી છે ધુમ્મસની ચાદર

હિલ-સ્ટેશન પર જાણે કે કુદરત મહેરબાન થઈ હોય એમ ડુંગરો પર ધુમ્મસની ચાદર

હિલ-સ્ટેશન પર જાણે કે કુદરત મહેરબાન થઈ હોય એમ ડુંગરો પર ધુમ્મસની ચાદર


ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતના હિલ-સ્ટેશન સાપુતારામાં વાતાવરણ બદલાતાં છેલ્લા બે દિવસથી ઠંડક ફેલાઈ છે અને આ હિલ-સ્ટેશન પર કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. ઠંડક સાથે ખુશનુમા વાતાવરણ સર્જાતાં સહેલાણીઓ રોમાંચ અનુભવી રહ્યા છે.

ગઈ કાલે સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારે આશરે ૨૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.



હિલ-સ્ટેશન પર જાણે કે કુદરત મહેરબાન થઈ હોય એમ ડુંગરો પર ધુમ્મસની ચાદર પથરાતાં મિની કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો. ભરઉનાળે મોસમ બદલાતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જેને કારણે સ્થાનિક લોકો સાથે સહેલાણીઓમાં પણ ખુશી પ્રસરી છે. સવારના સમયે થોડી ઠંડીના અહેસાસ સાથે ખુશનુમા વાતાવરણ સર્જાતાં સહેલાણીઓને મોજ પડી છે અને ગરમીમાંથી જાણે કે છુટકારો મળ્યો હોય એવો અનુભવ કરી રહ્યા છે. સાપુતારામાં આવેલા જુદા-જુદા નાના-મોટા પહાડ, રસ્તાઓ અને વ્યુ-પૉઇન્ટ્સ ધુમ્મસથી ઢંકાઈ ગયા છે. ગુલાબી ઠંડકમાં વહેલી સવારે ફરવાની સહેલાણીઓને મજા આવી રહી છે. સહેલાણીઓ વહેલી સવારે આ નજારો માણવા બહાર નીકળી પડ્યા હતા. પ્રકૃતિના આ નજારાએ સહેલાણીઓનાં મન મોહી લીધાં હતાં અને સાપુતારા મિની કાશ્મીર જેવી ફીલ આપી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 10:01 AM IST | Saputara | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK