નવાઈની વાત એ હતી કે કન્સ્ટ્રક્શનના કામનું સુપરવિઝન કરવા માટે પણ રોબો જ હતો
૧૨.૨ લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આ અત્યાધુનિક રેલવે-સ્ટેશન હાઈ-સ્પીડ રેલવે નેટવર્કનો હિસ્સો છે
ચીનમાં ચૉન્ગકિન્ગ શહેરમાં વિશ્વનું સૌથી મોટું રેલવે-સ્ટેશન તૈયાર થયું છે. સામાન્ય રીતે આ પ્રોજેક્ટ પૂરો કરતાં ૯ વર્ષથી વધુ સમય લાગે એમ હતો, પણ રોબો દ્વારા આખું કામ થયું હોવાથી એ માત્ર ૩ વર્ષમાં પૂરો થઈ ગયો. આ પ્રોજેક્ટ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને 5G ટેક્નૉલૉજીથી સજ્જ ૪ પગવાળા રોબો વાપરવામાં આવ્યા હતા. રોબોના ઉપયોગથી કન્સ્ટ્રક્શન-કૉસ્ટમાં પણ ૪૦ ટકા જેટલો ઘટાડો થયો હતો. આ સ્ટેશનના નિર્માણમાં કૉન્ક્રીટનું કામ હોય કે કાચનું, બધું જ કામ રોબો દ્વારા થયું છે. અહીંની દીવાલોમાં ૮૦૦ કિલો કાચના ટુકડાઓનો ઉપયોગ થયો છે. વેલ્ડિંગનું કામ પણ રોબોએ જ કર્યું. નવાઈની વાત એ હતી કે કન્સ્ટ્રક્શનના કામનું સુપરવિઝન કરવા માટે પણ રોબો જ હતો. ૧૨.૨ લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આ અત્યાધુનિક રેલવે-સ્ટેશન હાઈ-સ્પીડ રેલવે નેટવર્કનો હિસ્સો છે. અહીંથી પસાર થતી ટ્રેનોની સ્પીડ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાકની હશે. આ વિશ્વનું પહેલું એવું સ્ટેશન છે જેના નિર્માણમાં કોઈ મજૂર પર ખર્ચ કરવામાં નથી આવ્યો એટલું જ નહીં, મજૂરો ન હોવાથી અકસ્માતોમાં માણસોની જાનહાનિ પણ નથી થઈ. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને ઈલૉન મસ્ક ચીન ગયા ત્યારે મસ્કે આ રેલવે-સ્ટેશનનો વિડિયો શૅર કરીને ફ્યુચરિસ્ટિક રેલવે-સ્ટેશનની ઝાંખી કરાવી હતી.
