Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવી મુંબઈમાં પાંચ સ્કૂલો છે ગેરકાયદે

નવી મુંબઈમાં પાંચ સ્કૂલો છે ગેરકાયદે

Published : 23 May, 2026 11:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકોનું ભવિષ્ય ન બગડે એ માટે આ સ્કૂલોમાંથી તેમને ઉઠાડી લેવાનું પેરન્ટ્સને સૂચન કર્યું મહાનગરપાલિકાએ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)એ એના અધિકારક્ષેત્રમાં સરકારી કે નાગરિક મંજૂરી વિના કાર્યરત પાંચ સ્કૂલોને ઓળખી કાઢી છે અને વાલીઓને ૨૦૨૬-’૨૭ ઍકૅડેમિક યર માટે આ સંસ્થાઓમાં તેમનાં બાળકોને પ્રવેશ ન આપવાની સલાહ આપી છે. બુધવારે રજૂ કરાયેલી જાહેર નોટિસમાં NMMCએ જણાવ્યું હતું કે ૨૦૨૬ની ૩૧ માર્ચથી સરકાર કે મ્યુનિસિપલ કૉર્પોરેશનની માન્યતા વિના આ સ્કૂલો કાર્યરત હોવાનું જાણવા મળ્યું છે.

NMMC દ્વારા ગેરકાયદે જાહેર થયેલી સ્કૂલોમાં CBD બેલાપુરની અલ મોમિન સ્કૂલ, નેરુળની ઇકરા ઇન્ટરનૅશનલ અને મક્તાબ સ્કૂલ, કોપરખૈરણેની અગ્નેલ પ્રી-પ્રાઇમરી કૉન્વેન્ટ સ્કૂલ, વિશ્વભારતી સ્કૂલ અને ક્રાઇસ્ટ ધ કિંગ સેકન્ડરી સ્કૂલનો સમાવેશ છે.



નોટિસ મુજબ વિશ્વભારતી સ્કૂલને ફક્ત પહેલાથી પાંચમા ધોરણ માટે માન્યતા છે, જ્યારે છઠ્ઠાથી આઠમું ધોરણ ગેરકાયદે છે. એ જ રીતે ક્રાઇસ્ટ ધ કિંગ સેકન્ડરી સ્કૂલને સાતમા ધોરણ સુધી માન્યતા આપવામાં આવી છે, જ્યારે આઠમું ધોરણ ગેરકાયદે છે. અલ ​​મોમિન સ્કૂલના કિસ્સામાં આ મામલો હાલમાં કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.


પેરન્ટ્સને તેમનાં બાળકોને માન્યતાપ્રાપ્ત સ્કૂલોમાં ખસેડવાની સલાહ આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK