મહોત્સવ દરમ્યાન દેશભરના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
રેતશિલ્પ
આજથી શરૂ થનારા સોમનાથ મહોત્સવને ધ્યાનમાં રાખીને જાણીતા સૅન્ડ આર્ટિસ્ટ નારાયણ સાહુ અને તેમની ટીમે સોમનાથ મહાદેવ અને સોમનાથ મહાદેવ મંદિરનું રેતશિલ્પ બનાવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવનું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના સાંસ્કૃતિક ખાતાના પ્રધાન મૂળુભાઈ બેરા અતિથિવિશેષ તરીકે હાજર રહેવાના છે. મહોત્સવ દરમ્યાન દેશભરના કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

