સુરતમાં આ વિસ્તારના મૂળ ભાગલા સાથે જોડાયેલા હતા. આઝાદી બાદ ફાટી નીકળેલી હિંસા બાદ ઘણા પાકિસ્તાનથી આવેલા સિંધી શરણાર્થીઓ આવ્યા અને સુરતમાં સ્થાયી થયા હતા. તેમણે રામનગર નામની એક વસાહત સ્થાયી કરી હતી, જેમાં લગભગ ૬૦૦ ઘર હતા.
હિન્દુસ્તાની મોહલ્લા નામના પાટીયાનું ઉદ્ઘાટન (તસવીર: X)
કી હાઇલાઇટ્સ
- ગુજરાતના હીરાનગરીમાં ૭૯મા સ્વતંત્રતા દિવસે એક મોટો ફેરફાર
- સુરતના રાંદેર વિસ્તારના રામનગરમાં સ્થિત ‘પાકિસ્તાન મોહલ્લા’નું નામ સત્તાવાર બદલાયું
- વિસ્તારનું નામ પાકિસ્તાન મોહલ્લાથી બદલીને હિન્દુસ્તાની મોહલ્લા થયું
ગુજરાતના હીરાનગરીમાં ૭૯મા સ્વતંત્રતા દિવસે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાતનું એક ગામ છે જેને સ્વતંત્રતા પછી ‘પાકિસ્તાન મોહલ્લા’ તરીકે નામ આપવામાં આવ્યું હતું જોકે હવે આ નામે ઓળખાતા વિસ્તારને નવું નામ આપવામાં આવ્યું. સુરત શહેરના રાંદેર વિસ્તારના રામનગરમાં સ્થિત ‘પાકિસ્તાન મોહલ્લા’નું નામ સત્તાવાર રીતે બદલવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્ય અને પૂર્ણેશ મોદીની હાજરીમાં, આ વિસ્તારનું નામ `પાકિસ્તાન મોહલ્લાથી બદલીને હિન્દુસ્તાની મોહલ્લા કરવામાં આવ્યું. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સ્થાનિક રહેવાસીઓની હાજરીમાં એક નવા સાઇનબોર્ડનું ઉદ્ઘાટન કર્યું. નવા ફેરફાર પછી, હવે લોકો તેમના દસ્તાવેજોમાં પાકિસ્તાન મોહલ્લાની જગ્યાએ નવું નામ અપડેટ કરવા માટે ઉત્સુક છે. સોમવારથી, લોકો આ માટે અરજી કરશે, જેથી તેમના આધાર સરનામામાંથી પાકિસ્તાન શબ્દ દૂર થાય.
પાકિસ્તાન મોહલ્લા નામ કેમ રાખવામાં આવ્યું હતું?
ADVERTISEMENT
સુરતમાં આ વિસ્તારના મૂળ ભાગલા સાથે જોડાયેલા હતા. આઝાદી બાદ ફાટી નીકળેલી હિંસા બાદ ઘણા પાકિસ્તાનથી આવેલા સિંધી શરણાર્થીઓ આવ્યા અને સુરતમાં સ્થાયી થયા હતા. તેમણે રામનગર નામની એક વસાહત સ્થાયી કરી હતી, જેમાં લગભગ ૬૦૦ ઘર હતા. સમય જતાં, આ વસાહતનો એક ભાગ ‘પાકિસ્તાન મોહલ્લા’ તરીકે લોકપ્રિય બન્યો હતો. આ વિસ્તારનું નામ બદલવાના પહેલા પ્રયાસમાં, આંતરિક ચોકનું નામ હેમુ કલાણી ચોક રાખવામાં આવ્યું હતું, પરંતુ તે ખૂબ લોકપ્રિય બન્યું ન હતું. બાદમાં, પૂર્ણેશ મોદીએ આ વિસ્તારનું નામ પાકિસ્તાન મોહલ્લાથી બદલીને હિન્દુસ્તાની મોહલ્લા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ મંજૂરી આપી હતી.
આધાર કૅમ્પમાં નવું નામ અપડેટ કરવામાં આવશે
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ નવા નામને લોકપ્રિય બનાવવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી છે. ધારાસભ્યએ આધાર કૅમ્પ શરૂ કર્યા છે. આ કૅમ્પમૅ લોકો નવું નામ સરનામું અપડેટ કરાવી શકશે. પૂર્ણેશ મોદીએ એક મહિલાના આધારમાં પાકિસ્તાન મોહલ્લાની જગ્યાએ હિન્દુસ્તાની મોહલ્લાની નોંધણી કરાવવા માટે અરજી ફોર્મ સબમિટ કરીને તેની શરૂઆત પણ કરી હતી. મોદીએ કહ્યું કે હવે સુરતના પાકિસ્તાન મોહલ્લાનું નામ સમાપ્ત થશે. તેમણે એવી પણ જાહેરાત કરી કે રહેવાસીઓને તેમના આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોને જૂના નામ `પાકિસ્તાન મોહલ્લા`ને હવે ‘હિન્દુસ્તાની મોહલ્લા’ તરીકે બદલીને અપડેટ કરવામાં મદદ કરવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવશે જેથી આ નામ એક પણ દસ્તાવેજ પર ન રહે. આ બાબતે સ્થાનિક રહેવાસીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું “અમે અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ. આ અમારા ભારતીયો માટે ખૂબ ગર્વની વાત છે, પહેલા તેને પાકિસ્તાન મોહલ્લા કહેવામાં આવતું હતું, હવે તે હિન્દુસ્તાની મોહલ્લા છે. અમે ખૂબ ખુશ છીએ, સરકારનો આભાર.”

