દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં શરૂ કરવામાં આવેલી રન ફૉર યુનિટીમાં ગઈ કાલે જાણે કે આખું ગુજરાત દોડ્યું હતું અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ માટે શપથ લીધા હતા.
લાઇફ મસાલા
મોરબીમાં યોજાયેલી દોડમાં તિરંગા સાથે બાળકો, યુવાન, યુવતીઓ દોડ્યાં હતાં.
દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં શરૂ કરવામાં આવેલી રન ફૉર યુનિટીમાં ગઈ કાલે જાણે કે આખું ગુજરાત દોડ્યું હતું અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ માટે શપથ લીધા હતા. અમદાવાદ, વડોદરા, ભૂજ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, પાટણ, બીલીમોરા સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ રન ફૉર યુનિટીમાં બાળકોથી માંડીને વડીલો સહિત હજારો નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રન ફૉર યુનિટીને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફ્લૅગ-ઑફ કરાવી હતી. ત્રણ કિલોમીટર સુધીની આ દોડમાં ૨૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ભૂપેન્દ્ર પટેલે સૌ દોડવીરોને દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સમર્પિત રહેવાના શપથ લેવડાવ્યા હતા અને દોડનો પ્રારંભ કરાવ્યો હતો.