અમદાવાદમાં ઍર ઇન્ડિયાની દુઃખદ દુર્ઘટના બાદ કે જેમાં વિમાનમાં સવાર તમામ 241 લોકોના મોત થયા હતા, ઉડ્ડયન નિષ્ણાતો સંભવિત કારણોની તપાસ કરી રહ્યા છે. પ્રારંભિક તારણો સૂચવે છે કે વિમાને ટેકઓફ દરમિયાન બર્ડ હિટ (પંખી અથડાવું) કારણે એન્જિનનું થ્રસ્ટ ગુમાવ્યું હોઈ શકે છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે યાંત્રિક ખામી કે વિમાનમાં ફોરેન ઓબ્જ્કેટ (જેમાં પંખીઓ પણ આવે છે) પ્રવેશી જવાને કારણે પણ આવી ઘટનાઓ બની શકે છે. જોકે, આ અંગે ચોક્કસ માહિતી બ્લેક બોક્સના વિશ્લેષણ અને સત્તાવાર તપાસ બાદ જ સામે આવશે