Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કૅનેડાના ટૉરોન્ટોમાં ભયાનક વાવાઝોડાએ તબાહી મચાવી, ૪૫,૦૦૦ લોકો અંધારપટમાં ધકેલાયા

કૅનેડાના ટૉરોન્ટોમાં ભયાનક વાવાઝોડાએ તબાહી મચાવી, ૪૫,૦૦૦ લોકો અંધારપટમાં ધકેલાયા

Published : 04 September, 2026 03:10 PM | IST | Canada
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારે વરસાદ અને પવનના કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ, હૉસ્પિટલ સહિતની આવશ્યક સેવાઓ ખોરવાઈ

મૂશળધાર વરસાદ અને તોફાની પવનના કારણે હજારો ઘરોની વીજળી ડૂલ થઈ ગઈ હતી

મૂશળધાર વરસાદ અને તોફાની પવનના કારણે હજારો ઘરોની વીજળી ડૂલ થઈ ગઈ હતી


કૅનેડાના સૌથી મોટા શહેર ટૉરોન્ટોમાં બુધવારે ત્રાટકેલા શક્તિશાળી વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. મૂશળધાર વરસાદ અને તોફાની પવનના કારણે હજારો ઘરોની વીજળી ડૂલ થઈ ગઈ હતી. ટૉરોન્ટો હાઇડ્રોના આંકડા મુજબ ૪૫,૦૦૦ ગ્રાહકો વીજળી વિના અંધારપટમાં હતા. આ ઘટનાક્રમની અસર હૉસ્પિટલો પર પણ પડી હતી.

ભયાનક વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયાં હતાં. શહેરના રસ્તાઓ પર પૂરની સ્થિતિ સર્જાઈ છે. કૅનેડિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (CBC)ના અહેવાલ મુજબ ડૉન વૅલી પાર્કવે સહિતના મુખ્ય માર્ગો બંધ કરવા પડ્યા હતા.



ટૉરોન્ટો પિયરસન ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ઊપડતી ડઝનબંધ ફ્લાઇટ્સ મોડી પડી અથવા તો ડાઇવર્ટ કરવામાં આવી હતી. એન્વાયર્નમેન્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ કૅનેડા 
(ECCC) એ ગ્રેટર ટૉરોન્ટોમાંથી ઑરેન્જ અલર્ટ હટાવી લીધું હતું પરંતુ દક્ષિણ-પશ્ચિમ ઑન્ટારિયો પ્રાંતમાં હજુ પણ યલો અલર્ટ અપાયું છે.


ડોનલ્ડ ટ્રમ્પનો તુક્કો : હોર્મુઝ સ્ટ્રેટનું નામ ટ્રમ્પ સ્ટ્રેટ કરી નાખો

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટનું નામ બદલીને ‘ટ્રમ્પ સ્ટ્રેટ’ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બુધવારે સોશ્યલ મીડિયા પર તેમણે જણાવ્યું હતું કે હવે આ જળમાર્ગ અમેરિકાના નિયંત્રણમાં છે તેથી એનું નામ બદલી દેવું જોઈએ.
બીજી તરફ ઈરાને ફેબ્રુઆરીના અંતમાં ઇઝરાયલ અને અમેરિકા દ્વારા શરૂ કરાયેલા યુદ્ધના વિરોધમાં આ માર્ગ બંધ કરી દીધો છે, જ્યાંથી દુનિયાના પાંચમા ભાગનું ઑઇલ પસાર થાય છે. ઈરાન દ્વારા નવેસરથી માઇનિંગના પ્રયાસો થતાં મંગળવારે અમેરિકાનાં દળોએ હોર્મુઝ સ્ટ્રેટ પાસે નવો હુમલો કર્યો હતો, જેના કારણે ફરીથી ઑઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 03:10 PM IST | Canada | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK