Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલબૅગનું વજન વિદ્યાર્થીના વજનના ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ

સ્કૂલબૅગનું વજન વિદ્યાર્થીના વજનના ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ

Published : 04 September, 2026 08:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે સ્ટુડન્ટ્સના ભણતરનો ભાર હળવો કરી આપ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે રાજ્યની તમામ સ્કૂલોને આદેશ આપ્યો છે કે વિદ્યાર્થીઓની સ્કૂલબૅગનું વજન તેમના શરીરના કુલ વજનના ૧૦ ટકાથી વધુ ન થાય અેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. સ્કૂલ એજ્યુકેશન કમિશનર દ્વારા પહેલી સપ્ટેમ્બરે આ વિશે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ આદેશ ગવર્નમેન્ટ, ગવર્નમેન્ટ-એઇડેડ અને પ્રાઇવેટ સ્કૂલોને સમાન રીતે લાગુ પડશે.

નવી ગાઇડલાઇન્સ મુજબ સ્કૂલોને તેમનું ટાઇમટેબલ એવી રીતે તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓએ માત્ર એ જ દિવસ માટે જરૂરી બુક્સ, નોટબુકો અને અન્ય મટીરિયલ  લાવવાની જરૂર પડે એટલે બૅગના વજનમાં મોટો ઘટાડો થઈ શકે.



ગાઇડલાઇન્સમાં સ્કૂલો દ્વારા બૅગના વજનનું નિયમિત મૉનિટરિંગ કરવા અને ભારે બૅગ ઊંચકવાથી બાળકોમાં થતી શારીરિક અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વિશે વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોમાં જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK