૫૦ ટકા કેસમાં વીઝા રદ થવાનું કારણ દારૂ પીને ડ્રાઇવ કરવાનો ગુનોઃ ૨૦૨૪માં ૪૦,૦૦૦ વીઝા રદ થયેલા
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પની સરકારે વીઝાના નિયમોમાં લગાતાર કડકાઈ લાવીને નિયમો વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી હતી. એના કારણે ૨૦૨૫માં રેકૉર્ડબ્રેક એક લાખથી વધુ વિદેશીઓના વીઝા રદ કરવામાં આવ્યા હતા. આ નિર્ણયથી અમેરિકામાં રહેતા પ્રવાસીઓમાં અફરાતફરીનો માહોલ ફેલાયો છે. ૨૦૨૪ના વર્ષની સરખામણીએ આ આંકડો બમણા કરતાં વધુ છે. ૨૦૨૪માં ૪૦,૦૦૦ વીઝા રદ કરવામાં આવ્યા હતા. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા અપાયેલી જાણકારી મુજબ વીઝા રદ થયા એમાં સૌથી મોટી સંખ્યા બિઝનેસ અને ટૂરિસ્ટ યાત્રીઓની હતી જેઓ તેમની સમયસીમા પૂરી થયા પછી પણ ગેરકાનૂની રીતે અમેરિકામાં રહેતા હતા. બીજા નંબરે એવા લોકોના વીઝા રદ થયા છે જેમનો રેકૉર્ડ ગુનાહિત હતો. ૮૦૦૦ સ્ટુડન્ટ-વીઝા અને ૨૫૦૦ સ્પેશ્યલ વીઝા પણ રદ કરવામાં આવ્યા હતા. લગભગ ૫૦ ટકા કેસમાં વીઝા રદ થવાનું કારણ દારૂ પીને ડ્રાઇવ કરવાનો ગુનો જવાબદાર હતો.


