Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માટુંગાના મતદારોને દૃઢ વિશ્વાસ : વૉર્ડ-નંબર ૧૭૭નાં BJPનાં ઉમેદવાર કલ્પેશા કોઠારી રેકૉર્ડબ્રેક બહુમતીથી જીતશે

માટુંગાના મતદારોને દૃઢ વિશ્વાસ : વૉર્ડ-નંબર ૧૭૭નાં BJPનાં ઉમેદવાર કલ્પેશા કોઠારી રેકૉર્ડબ્રેક બહુમતીથી જીતશે

Published : 15 January, 2026 07:34 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ મતદારોએ આજે ૧૫ જાન્યુઆરીએ તેમનો મત કલ્પેશા કોઠારી સહિત મહાયુતિના ઉમેદવારોને આપવાનો નિર્ણય કરી જ લીધો છે.

કલ્પેશા કોઠારી

કલ્પેશા કોઠારી


મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત સાથે જ માટુંગાના વૉર્ડ-નંબર ૧૭૭ના મતદારોએ એક સંકલ્પ કર્યો છે કે ‘રાષ્ટ્રના નિમાર્ણ માટે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે, મુંબઈના વિકાસ માટે ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને તેમના સહયોગીઓના હાથ મજબૂત કરવા અમે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ જેને પણ અમારા વૉર્ડમાંથી ટિકિટ આપશે એને રેકૉર્ડબ્રેક બહુમતીથી ચૂંટીને લઈ આવીશું.’

આ સંકલ્પને અને રહેવાસીઓએ કરેલી અથાક મહેનતને પરિણામે માટુંગાના વૉર્ડ-નંબર ૧૭૭નાં BJP, એકનાથ‌ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા-આઠલે મહાયુતિનાં ઉમેદવાર કલ્પેશા કોઠારીનો મહાનગરપાલિકામાં ભારે બહુમતીથી વિજય નિશ્ચિત છે એવું સ્થાનિક મતદારોને લાગે છે. તેમણે કહ્યું હતું કે ‘અમે મહાનગરપાલિકામાં દેશને સર્વપ્રથમ પ્રાધાન્ય આપીને અમીત સાટમના મુંબઈ મહાનગરપાલિકામાં ૧૫૦ના લક્ષ્યને પૂર્ણ કરવા આજે અમારા વૉર્ડ-નંબર ૧૭૭માં ૧૦૦ ટકા મતદાન થાય એના માટે કમર કસી છે જેમાં અમે સફળ થઈશું.’



મુંબઈ જેવી વિશાળ અને વિવિધ પ્રકારની વસ્તીવાળા શહેરની અપેક્ષા પણ મોટી હોય છે. આ અપેક્ષા પૂરી કરવી એ BJP માટે ભલે પડકારરૂપ હોય, પરંતુ મુંબઈના BJPના નેતાઓ આ પડકારને વિકાસ, સુશાસન અને પારદર્શકતાના માધ્યમથી પહોંચી વળવા સક્ષમ છે. એનો અનુભવ વૉર્ડ-નંબર ૧૭૭નાં BJPનાં ઉમેદવાર કલ્પેશા કોઠારી સહિત મુંબઈના મહાયુતિના બધા જ ઉમેદવારોએ પ્રચાર દરમ્યાન કર્યો છે. આ મતદારોએ આજે ૧૫ જાન્યુઆરીએ તેમનો મત કલ્પેશા કોઠારી સહિત મહાયુતિના ઉમેદવારોને આપવાનો નિર્ણય કરી જ લીધો છે. મહાનગરપાલિકા પર ભગવો ઝંડો લહેરાશે એમાં હવે કોઈ શંકાને સ્થાન નથી.


- બિપિન મહેતા, જૈન અગ્રણી

મહાયુતિ સરકાર ફક્ત વચનોની લહાણી નહીં, પણ વચનો પર અમલીકરણ પણ કરે છે. એનું બેસ્ટ ઉદાહરણ છે મુંબઈ અને નવી મુંબઈને જોડતો ૨૧.૮ કિલોમીટર લાંબો અટલ સેતુ (મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક). એણે બે શહેરો વચ્ચેના અંતરને ટૂંકું કરીને વિકાસને લાંબો કર્યો છે. અટલ બ્રિજ વિશ્વનો ૧૨ નંબરનો અને ભારતનો સૌથી પહેલો લાંબો બ્રિજ છે જે મહાયુતિની સૌથી મોટી સિદ્ધિ છે.


- મોહનલાલ શાહ

આજે મુંબઈમાં લાખો લોકો પાઘડીવાળાં મકાનોમાં રહીને અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમને રાહત આપવા માટે મહાયુતિ તરફથી મુંબઈને પાઘડીમુક્ત બનાવવા માટે ૨૦,૦૦૦ અટકી પડેલાં મકાનો માટે ઑક્યુપેન્સી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવશે. એનો લાભ લાખો રહેવાસીઓને મળશે.

- મુકેશ નિસર

છેલ્લા મહાયુતિ સરકારના શાસનમાં મુંબઈમાં જે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ પૂરા થયા છે એ આપણે જાણીએ જ છીએ. કોસ્ટલ રોડ, અટલ સેતુ, મેટ્રો નેટવર્ક અને નવી ટનલ યોજના મુંબઈને એક આધુનિક મહાનગરની દિશામાં લઈ જઈ રહ્યાં છે. આ સાથે મુંબઈમાં સિદ્ધિવિનાયક, બાબુલનાથ, મુમ્બાદેવી, મહાલક્ષ્મી મંદિર અને હાજી અલી જેવાં સ્થળોને કનેક્ટ કરીને મુંબઈના ધાર્મિક પર્યટનને વિકસિત કરવા માટે પણ મહાયુતિ સક્રિય બની છે. એનો સ્થાનિક રોજગારની સાથે નાના વેપારીઓને લાભ થશે જે અત્યંત આવકારદાયક છે. આથી જ અમારો મત BJPને- મહાયુતિને.

- રમણીકલાલ સંગોઈ

માટુંગાના વૉર્ડ-નંબર ૧૭૭નાં ઉમેદવાર કલ્પેશા કોઠારીએ દેવેન્દ્ર ફડણવીસ અને અમીત સાટમના માર્ગદર્શન હેઠળ સ્થાનિક રહેવાસીઓ માટે અનેક વિકાસકાર્યોની જાહેરાત કરી એને પ્રાથમિકતા આપવાની વચનપૂર્તિ કરી છે. તેમણે તેમનાં કાર્યોની પ્રાથમિકતામાં નાગરિકોની ફરિયાદો માટે ઝડપી અને પારદર્શક નિવારણ વ્યવસ્થા, સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી, વધુ જાહેર શૌચાલયો અને હરિયાળા બગીચાઓ, મહાનગરપાલિકા સ્કૂલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મજબૂત બનાવવા, વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા અટકાવવા યોગ્ય આયોજન કરવાની જાહેરાત કરી છે. આ વચનોને આવકારીને સ્થાનિક રહેવાસીઓએ કલ્પેશા કોઠારીને ભારે બહુમતીથી જિતાડવાનો નિર્ધાર કર્યો છે. એ સૂચવે છે કે કલ્પેશા કોઠારીનો વિજય નિશ્ચિત છે.

- મુકેશ ગાલા

દેવેન્દ્ર ફડણવીસની મહાયુતિ સરકાર હંમેશાં સામાન્ય કાર્યકરને-મહિલાઓને પ્રોત્સાહિત કરીને તેમને આગવું સ્થાન અને ઉપલબ્ધિ આપવા માટે અગ્ર રહી છે. આથી જ મહિલાઓ સામાજિક ક્ષેત્રમાં નિષ્ઠાવાન બનીને સક્રિય રહી છે. અને એ મુંબઈ મહાનગરપાલિકાના ઇલેક્શનમાં BJPએ સાબિત કરીને બતાવ્યું છે. માટુંગાના વૉર્ડ-નંબર ૧૭૭માં કલ્પેશા કોઠારીને મેદાનમાં ઉતારીને આ બાબતને પ્રતીત કરાવવામાં આવી છે જેને અમે મહિલાઓ આવકાર આપીએ છીએ.

- જયા મારુ

મહાયુતિએ યુવાનો માટે ખાસ યોજનાઓ જાહેર કરી છે. સ્ટાર્ટઅપ માટે સ્પેશ્યલ પૅકેજ, મુંબઈરત્ન સ્કૉલરશિપ, ૨૪ કલાક ખુલ્લા રહેનારાં સ્ટડી-સેન્ટર, કરીઅર માર્ગદર્શન કેન્દ્ર, જેન-ઝેડ ઇન્ટર્નશિપ, રિપેર કૅફે, ઓપન ઍર થિયેટર, વર્લ્ડક્લાસ સ્પોર્ટ‌્સ કૉમ્પ્લેક્સ અને સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

- તરલા છેડા

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2026 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK