Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > AIના કારણે દુનિયામાં એક અબજ લોકોનાં મોત થઈ શકે છે: બિલ ગેટ્સે આપી ગંભીર ચેતવણી

AIના કારણે દુનિયામાં એક અબજ લોકોનાં મોત થઈ શકે છે: બિલ ગેટ્સે આપી ગંભીર ચેતવણી

Published : 27 September, 2026 08:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બિલ ગેટ્સે સ્પષ્ટ કહ્યું છે કે આ બાબતે માત્ર ટેક્નૉલૉજી કંપનીઓ પર ભરોસો રાખી શકાય નહીં,

બિલ ગેટ્સ

બિલ ગેટ્સ


માઇક્રોસૉફ્ટ કૉર્પોરેશનના સહસ્થાપક બિલ ગેટ્સે ચેતવણી આપી છે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) એટલું શક્તિશાળી બની ગયું છે કે એ માનવજાતના એક મોટા હિસ્સાનો નાશ કરી શકે છે. એક ઇન્ટરવ્યુમાં ગેટ્સે કહ્યું હતું કે ખોટો ઇરાદો ધરાવતા લોકો જો AIનો ઉપયોગ કરશે તો એ દુનિયાનું સૌથી ખતરનાક હથિયાર બની જશે અને એના કારણે એક અબજ લોકોનાં મોત પણ થઈ શકે છે.

બિલ ગેટ્સે સ્પષ્ટ કહ્યું છે કે આ બાબતે માત્ર ટેક્નૉલૉજી કંપનીઓ પર ભરોસો રાખી શકાય નહીં, સરકારે કડક કાયદા બનાવવા જ પડશે. ગત ઑગસ્ટમાં પણ ગેટ્સે ચેતવણી આપી હતી કે હેકર્સ AIની મદદથી હૉસ્પિટલો અને સરકારી સિસ્ટમ પર સાઇબર હુમલા કરી શકે છે, એ ડેટાનો અનેક રીતે દુરુપયોગ કરી શકે છે.  


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 08:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK