Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાની સ્વતંત્રતાના ૨૫૦મા ઉત્સવ નિમિત્તે ઇતિહાસની સૌથી મોટી આતશબાજી થઈ વૉશિંગ્ટનમાં

અમેરિકાની સ્વતંત્રતાના ૨૫૦મા ઉત્સવ નિમિત્તે ઇતિહાસની સૌથી મોટી આતશબાજી થઈ વૉશિંગ્ટનમાં

Published : 06 July, 2026 11:01 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોથી જુલાઈએ સ્વતંત્રતાનાં ૨૫૦ વર્ષ પૂરાં થવા નિમિત્તે અમેરિકાના દરેક શહેરમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાયા હતા

વૉશિંગ્ટનમાં થયેલી આતશબાજી.

વૉશિંગ્ટનમાં થયેલી આતશબાજી.


ચોથી જુલાઈએ સ્વતંત્રતાનાં ૨૫૦ વર્ષ પૂરાં થવા નિમિત્તે અમેરિકાના દરેક શહેરમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. મુખ્ય કાર્યક્રમ રાજધાની વૉશિંગ્ટન ડી.સી.ના નૅશનલ મૉલમાં થયો હતો. ત્યાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. અહીં આતશબાજી માટે ૮.૫ લાખ રૉકેટ્સ છોડવામાં આવ્યાં હતાં અને એને કારણે લગભગ ૪૦ મિનિટ સુધી આકાશમાં રંગબેરંગી છોળો ઊડતી રહી હતી. દેશનાં તમામ ૫૦ રાજ્યોમાં પરેડ, ઍર-શો, કૉન્સર્ટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. 

૧૦૦૦થી વધુ પિક-અપ ટ્રકોએ મળીને બનાવ્યો અમેરિકાનો રાષ્ટ્રધ્વજ 



શનિવારે અમેરિકાના નેવાડા રાજ્યમાં જ્યાં દૂર-દૂર સુધી રણ જ જોવા મળે છે ત્યાં ચોથી જુલાઈએ એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. અહીં દેશભરમાંથી હજારોની સંખ્યામાં પિક-અપ ટ્રકો આવી હતી. ટ્રકોને ચોક્કસ શેડમાં રંગવામાં આવી હતી અને લાલ, સફેદ અને બ્લુ રંગોના આધારે એવી ગોઠવણી કરવામાં આવી હતી જેનાથી અમેરિકાનો રાષ્ટ્રધ્વજ રચાય. હેલિકૉપ્ટરમાંથી આ રાષ્ટ્રધ્વજનો વિડિયો લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે મહિનાઓથી પ્લાનિંગ થઈ રહ્યું હતું. હજારો ટ્રકો અને એ દરેકની યોગ્ય જગ્યા સુનિશ્ચિત કરીને એ મુજબ ટ્રકોને ઊભી રાખવાનું પ્લાનિંગ કરવા સેંકડો વૉલન્ટિયર્સ કામે લાગ્યા હતા.


અમેરિકામાં સુપરટાઇફૂન બાવીની અલર્ટને કારણે અનેક જગ્યાએ સેલિબ્રેશન ટૂંકાવાયું


અમેરિકાના પૅસિફિક મહાસાગરના ગુઆમ અને ઉત્તર મારિયા દ્વીપસમૂહમાં બાવી નામનો એક ચક્રવાત આકાર લઈ રહ્યો છે. એને કારણે અમેરિકાનાં અનેક રાજ્યોમાં ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. શનિ-રવિ દરમ્યાન જ્યાં ઉત્સવનો માહોલ હતો એ વૉશિંગ્ટન સહિત પાંચ રાજ્યોમાં વાવાઝોડાની આગાહીને કારણે સેલિબ્રેશનને ટૂંકાવીને લોકોને ઘરભેગા થવાની સૂચના આપવામાં આવી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2026 11:01 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK