પાકિસ્તાનના પ્રથમ CDF બન્યા પછી ગાર્ડ ઑફ ઑનર બાદ ત્રણેય સેનાના અધિકારીઓને મુનીરે સંબોધ્યા હતા.
આસિમ મુનીરે
પાકિસ્તાનના પહેલા ચીફ ઑફ ડિફેન્સ ફોર્સ (CDF) તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછીના પોતાના પહેલા સંબોધનમાં ફીલ્ડ માર્શલ જનરલ આસિમ મુનીરે ભારત સામે ઝેર ઓક્યું હતું અને કહ્યું હતું કે ભારતે કોઈ પણ ભ્રમમાં ન રહેવું જોઈએ. ભવિષ્યમાં કોઈ પણ આક્રમણનો બદલો લેવા માટે ઝડપી, ગંભીર અને તીવ્ર જવાબ આપવાની તેમણે ચેતવણી આપી હતી. ઑપરેશન સિંદૂરમાં ભારતે અનેક પાકિસ્તાની લશ્કરી સ્થળોનો નાશ કર્યો હોવા છતાં મુનીરને બઢતી આપવામાં આવી હતી. પાકિસ્તાનના પ્રથમ CDF બન્યા પછી ગાર્ડ ઑફ ઑનર બાદ ત્રણેય સેનાના અધિકારીઓને મુનીરે સંબોધ્યા હતા.


