Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાન પર હુમલાની અટકળો વચ્ચે અમેરિકાનાં ૧૦ મિલિટરી ઍરક્રાફ્ટ્સ ઇઝરાયલ પહોંચ્યાં

ઈરાન પર હુમલાની અટકળો વચ્ચે અમેરિકાનાં ૧૦ મિલિટરી ઍરક્રાફ્ટ્સ ઇઝરાયલ પહોંચ્યાં

Published : 31 October, 2026 11:05 AM | IST | Jerusalem
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાંક ઍરક્રાફ્ટ્સ ટેક્સસના ફોર્ટ બ્લિસથી રવાના થયાં હતાં, જે અમેરિકન આર્મીનું મુખ્ય ઍર અને મિસાઇલ ડિફેન્સ યુનિટ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વૉશિંગ્ટન અને તેહરાન વચ્ચે વધતા તનાવ અને ઈરાન પર નવેસરથી અમેરિકન લશ્કરી હુમલાની શક્યતાઓ વચ્ચે ઓછામાં ઓછાં ૧૦ અમેરિકન મિલિટરી ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ્સ ઇઝરાયલના ઍરબેઝ પર પહોંચી ગયાં છે. ઇઝરાયલના સત્તાવાર બ્રૉડકાસ્ટરના અહેવાલ મુજબ આ ઍરક્રાફ્ટ્સ દક્ષિણ ઇઝરાયલનાં ઓવડા અને નેવાટિમ ઍરબેઝ પર ઊતર્યાં હતાં. આ ઉપરાંત કેટલાંક વધારાનાં અમેરિકન ટ્રાન્સપોર્ટ પ્લેન જૉર્ડન, સાઉદી અરેબિયા અને કતરના બેઝ પર પણ મોકલવામાં આવ્યાં છે. અહેવાલો મુજબ ૨૯ ઑક્ટોબરે આ હિલચાલ નોંધાઈ હતી. કેટલાંક ઍરક્રાફ્ટ્સ ટેક્સસના ફોર્ટ બ્લિસથી રવાના થયાં હતાં, જે અમેરિકન આર્મીનું મુખ્ય ઍર અને મિસાઇલ ડિફેન્સ યુનિટ છે.
આ ઍરક્રાફ્ટ્સમાં શું સામાન છે એની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે એમાં ઍર ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ અને ઇન્ટરસેપ્ટર મિસાઇલો હોઈ શકે છે. ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના વડા ઍડ્‍‌મિરલ બ્રૅડ કૂપરે ગુરુવારે વાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને ઈરાન સામેના લશ્કરી વિકલ્પો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 11:05 AM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK