Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બબ્બે પત્નીઓએ એક જ પતિ માટે કરવા ચૌથનું વ્રત રાખ્યું

બબ્બે પત્નીઓએ એક જ પતિ માટે કરવા ચૌથનું વ્રત રાખ્યું

Published : 31 October, 2026 02:41 PM | Modified : 31 October, 2026 02:43 PM | IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નગલા બિહારી નામના ગામમાં રહેતા રામબાબુનાં ૨૦૧૫માં પ્રથમ લગ્ન સિયા દેવી સાથે થયાં હતાં. એ લગ્નથી તેમને ૩ સંતાનો પણ છે. જોકે એ પછી ૨૦૨૩માં રામબાબુને આસ્થા નામની બીજી યુવતી સાથે પ્રેમ થઈ ગયો. શરૂઆતમાં સિયાદેવીએ વિરોધ કર્યો.

બે પત્નીઓએ સાથે રાખ્યું કરવા ચૌથનું વ્રત

અજબ ગજબ

બે પત્નીઓએ સાથે રાખ્યું કરવા ચૌથનું વ્રત


ગુરુવારે કરવા ચૌથની રાતે ઉત્તર ભારતમાં જાતજાતનો નજારો જોવા મળ્યો હતો. કેટલાંક શહેરોમાં ઘરની અગાસીમાં ચાંદ ન દેખાતાં પત્નીઓ પોતાના પતિઓને લઈને નદી પર આવેલા બ્રિજ પર પહોંચી ગઈ હતી તો કેટલીક પત્નીઓએ હૉસ્પિટલના બિછાના પર પણ કરવા ચૌથની પૂજા કરી હતી. જોકે આગરા પાસેના એક ગામમાં રહેતા પરિવારની કહાણી કંઈક અલગ જ છે. રામબાબુ નામના ભાઈના ઘરમાં કરવા ચૌથનું ડબલ સેલિબ્રેશન હતું. એક પતિને પૂજવા અને તેની લાંબી ઉંમરની કામના કરવા માટે બબ્બે પત્નીઓએ વ્રત રાખ્યું હતું.  

નગલા બિહારી નામના ગામમાં રહેતા રામબાબુનાં ૨૦૧૫માં પ્રથમ લગ્ન સિયા દેવી સાથે થયાં હતાં. એ લગ્નથી તેમને ૩ સંતાનો પણ છે. જોકે એ પછી ૨૦૨૩માં રામબાબુને આસ્થા નામની બીજી યુવતી સાથે પ્રેમ થઈ ગયો. શરૂઆતમાં સિયાદેવીએ વિરોધ કર્યો પણ પછી તેમણે પતિનાં પ્રેમલગ્નને સ્વીકારી લીધાં. હવે બન્ને પત્નીઓ એક પતિ સાથે એક છત નીચે જ રહે છે. પરિવારની જવાબદારીઓ પણ તેમણે વહેંચી લીધી છે. બન્નેએ આ વખતે કરવા ચૌથનું વ્રત પણ સાથે રાખ્યું હતું અને ચાંદ જોયા પછી પતિની આરતી પણ ઉતારી હતી. બીજી પત્ની આસ્થાએ પણ તાજેતરમાં એક દીકરાને જન્મ આપ્યો છે. રામબાબુનું કહેવું છે કે તેમની બન્ને પત્નીઓમાં બહેનો જેવો પ્રેમ અને સમજણ છે. 


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 02:43 PM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK