Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હૅકર્સે બાઇનૅન્સ એક્સચેન્જમાંથી ૫૯,૮૫૦ કરોડ તફડાવી લીધા

હૅકર્સે બાઇનૅન્સ એક્સચેન્જમાંથી ૫૯,૮૫૦ કરોડ તફડાવી લીધા

Published : 31 October, 2026 10:57 AM | Modified : 31 October, 2026 04:59 PM | IST | Seoul
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિજિટલ ઍસેટના ઇતિહાસની સૌથી મોટી લૂંટની ઘટના બાદ નૉર્થ કોરિયાના હૅકર્સ પર શંકાની સોય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ બાઇનૅન્સ પર અત્યાર સુધીનો સૌથી મોટો સાઇબર હુમલો થયો છે. હૅકર્સે એક્સચેન્જમાંથી આશરે ૫૯,૮૫૦ કરોડ રૂપિયા (૬.૩ બિલ્યન ડૉલર)ની જંગી રકમ ચોરી લીધી હતી જેને નિષ્ણાતો ડિજિટલ ઍસેટના ઇતિહાસની સૌથી મોટી સાઇબર લૂંટ ગણાવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એક વાર ડિજિટલ પ્લૅટફૉર્મ પર ફન્ડ રાખવાનાં જોખમો અને સાઇબર સિક્યૉરિટી વિશે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. બ્લૉકચેઇન ઇન્ટેલિજન્સ કંપનીઓનું માનવું છે કે આ સુનિયોજિત હુમલા પાછળ નૉર્થ કોરિયાના હૅકર્સનો હાથ હોઈ શકે છે. 
રિપોર્ટ મુજબ હૅકર્સે માત્ર ૨૦ મિનિટના ટૂંકા ગાળામાં બાઇનૅન્સના ૧૦ અલગ-અલગ બ્લૉકચેઇન વૉલેટ્સને નિશાન બનાવીને મોટા ભાગની રકમ ઉઠાવી લીધી હતી. અગાઉ ૨૦૨૫માં બાયબીટ પર થયેલા હુમલાને પણ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને (FBI) નૉર્થ કોરિયા સાથે જોડ્યો હતો, એની સાથે આ હુમલાની મોડસ ઑપરેન્ડી એકદમ મળતી આવતી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 04:59 PM IST | Seoul | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK