Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સૅટેલાઇટ તસવીરોમાં થયો ખુલાસો : ચીન રણપ્રદેશમાં બનાવે છે ન્યુક્લિયર ફૅસિલિટી

સૅટેલાઇટ તસવીરોમાં થયો ખુલાસો : ચીન રણપ્રદેશમાં બનાવે છે ન્યુક્લિયર ફૅસિલિટી

Published : 30 May, 2026 10:19 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનના નૉર્થ-વેસ્ટ રણમાં હામી ન્યુક્લિયર સિલો ફીલ્ડ નજીક વિશાળ લશ્કરી માળખાનું નિર્માણ થઈ રહ્યું છે

ઉત્તરીય અષ્ટકોણ બેઝને ચતુરાઈપૂર્વક ૩ સ્તરની ભુલભુલામણી તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે

ઉત્તરીય અષ્ટકોણ બેઝને ચતુરાઈપૂર્વક ૩ સ્તરની ભુલભુલામણી તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે


ચીનના રણવિસ્તારની તાજેતરની સૅટેલાઇટ તસવીરોએ અમેરિકાને સ્તબ્ધ કરી દીધું છે. રણવિસ્તારમાં ચીન ૩ સ્તરની ન્યુક્લિયર ફૅસિલિટી બનાવી રહ્યું છે જે અમેરિકા માટે ભેદવી અશક્ય હશે. આમ ચીને અમેરિકાનું ગળું દબાવવાની તૈયારીઓ પૂરી કરી લીધી છે. ચીનના નૉર્થ-વેસ્ટ રણમાં હામી ન્યુક્લિયર સિલો ફીલ્ડ નજીક વિશાળ લશ્કરી માળખાનું નિર્માણ થઈ રહ્યું છે. ચીનની પરમાણુ મિસાઇલો હજી પણ કોઈ પણ અમેરિકન શહેરને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવે છે. ચીને હવે એની સૌથી લાંબા અંતરની મિસાઇલો ધરાવતા સિલો નજીક ૮૦થી વધુ નવાં કૉન્ક્રીટ લૉન્ચ પૅડ અને બન્કરનું નેટવર્ક બનાવ્યું છે. આ કૉન્ક્રીટ પૅડ એટલાં મોટાં છે કે એનો ઉપયોગ ચીનનાં મોબાઇલ મિસાઇલ લૉન્ચર્સ અને ઍર ડિફેન્સ મિસાઇલ બૅટરીના કાફલા માટે સરળતાથી થઈ શકે છે. આ ઉપરાંત અત્યંત અદ્યતન ઇલેક્ટ્રૉનિક યુદ્ધ અને ઉપગ્રહ સંચાર-સુવિધાઓ પણ ત્યાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ સમગ્ર રણ નેટવર્કમાં ૩ અષ્ટકોણ આકારના લશ્કરી બેઝ મળી આવ્યા છે, જેમાંથી બે છેલ્લાં ૬ વર્ષમાં પૂર્વીય શિનજિયાંગમાં બનાવવામાં આવ્યા હતા. આમાંથી ઉત્તરીય અષ્ટકોણ બેઝને ચતુરાઈપૂર્વક ૩ સ્તરની ભુલભુલામણી તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે સુરક્ષા-વિશ્લેષકોને મૂંઝવણમાં મૂકે છે.  


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 10:19 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK