લોકો વધુ બાળકો પેદા કરે એ માટે ગર્ભનિરોધકને મોંઘાં બનાવવાનો નિર્ણય
પ્રતીકાત્મક તસવીર
ચીનને ૩૨ વર્ષ બાદ નીતિગત નિર્ણય લઈને કૉન્ડોમ સહિતનાં ગર્ભનિરોધક સાધનો પર ૧૩ ટકા વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT) લગાવી દીધો છે. ૨૦૨૬થી આ ટૅક્સ અમલમાં આવશે. ચીન સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ હતો, પણ હવે ભારત પ્રથમ ક્રમાંકે છે અને ચીન બીજા સ્થાને ધકેલાઈ ગયું છે. ચીનનો યુવા વર્ગ હવે બાળકો પેદા કરવા ઇચ્છતો નથી અને સરકારે આ ટૅક્સ લગાવ્યો છે.
ગર્ભનિરોધક ઉત્પાદનો ૧૯૯૩થી કરમુક્ત કરવામાં આવ્યાં હતાં, કારણ કે ત્યારે ચીનમાં એક બાળકની નીતિ લાગુ કરવામાં આવી હતી અને જન્મ-નિયંત્રણને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જોકે વસ્તીમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી અને વૃદ્ધ લોકોની સંખ્યા વધવાને કારણે ચીનની સરકારે આ પગલું લીધું છે. આ ફેરફાર દેશના કરકાયદામાં સુધારા અને કુટુંબ-નિયોજન નીતિઓમાં ફેરફારનો એક ભાગ છે. કૉન્ડોમ પર ટૅક્સ લગાવીને ગર્ભનિરોધકને વધુ મોંઘાં બનાવવાનો ઉદ્દેશ છે જેથી લોકો વધુ બાળકો પેદા કરી શકે.


